Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૯૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઝાડનો સ્કંધ નિકલે છે તેમાંથી શાખાઓ પ્રગટે છે તેમાંથી ઉપશાખા પણ ઉગે તેના પછી ફુલ ફળ અને રસ ઉપજે છે. એમ ધર્મનું મૂળ વિનય છે. જેનાથી શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ કીર્તિ અને શ્રુત હાથમાં આવે છે.
कायव्वं ताव दिट्ठाणं अब्भुट्ठाणं ससंभमं । अंजलीपग्गहो सम्मं, आसणस्स पणामणं ॥७॥ आसणाभिग्गहो चेव, विहाणेण य वंदणं । ठाणट्ठियाण कालम्मि भत्तीए पज्जुवासणा ॥७॥ इंताणं सम्मुहं जाणं, गच्छंताणं अणुब्बए । कारणं अट्ठहा एसो विणओ ओवयारिओ ॥७६॥
કાય વચન મનના ભેદથી વિનય ત્રણ પ્રકારે છે. મુનિજનોને દેખતા જ અતિઆદરથી સંભ્રમપૂર્વક ઉભા થવું ૧. હાથ જોડવા, ૨. આસન આપવું ૩. આસન આપવાનો અભિગ્રહલેવો. ૪. વિધિપૂર્વકાદશાવર્ત વંદન કરવું ૫. બેઅવનત, એક યથાવત, બાર આવર્ત, ચાર શીર્ષાવંદન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ એક વાર નીકળવું આ પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ કૃતિકર્મ(વંદન) થાય છે. જે આ પચ્ચીશમાંથી એક પણ આવશ્યકને વિરાધે છે તે વંદન કરવા છતાં નિર્જરાનો ભાગી બનતો નથી.
ગુરુને જે આવશ્યકથી પરિશુદ્ધ વંદન કરે છે. જલ્દીથી નિર્વાણ નહિ તો વૈમાનિક દેવ તો થાય જ.
મકાનમાં રહેલાં મુનિઓપાસે યોગ્ય સમયે બેસવું ભક્તિથી સેવા કરવી (૬) આવતાં હોય ત્યારે સામે જવું (૭) અને જતા હોય ત્યારે વોળાવા જવું (૮) આ કાયાથી ઔપચારિક આઠ પ્રકારનો વિનય કહ્યો છે ૭૪ છે. !! ૭૫ ૭૬ |
હવે વચન વિનયનું પ્રતિપાદન કરવા સારુ દોઢ ગાથા કહે છે. भासियव्वं हियं वचं जं परीणामसुंदरं । मियं थेवेहि वण्णेहिं सहावमहुरं तहा ॥७॥ पुव्वं बुद्धीए पेहेत्ता भासियत्वं सुहासियं ॥७८पू०॥ હિતકારી વાક્ય બોલવું જોઈએ. જે પરિણામે સુંદર થોડા અક્ષરવાળું