Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૮૩ રીતે હોઈ શકે ? તેથી આને મુક્ત કરી દો. રાજાએ કહ્યું જો એમ હોય તો તારે જેમ કરવું હોય તેમ કર. અભયે તેને ભવનમાંથી બહાર કાઢી છોડી મૂક્યો.
રોહિણેય ચોર રાજગૃહીને જોઈ વિચારવા લાગ્યો. પિતાનો ઉપદેશ સારો નથી. કારણ કે ભગવાનનાં એક વચનનું આટલું મહત્વ છે જેનાં કારણે આ લોકમાં પ્રાણદંડથી બચી ગયો. નહિતર કુમારે કેવી રીતે માર્યો હોત તો કોઈને ખબર પણ ન પડત. અને ચોરી કરવાથી પરલોકમાં પણ કાંઈ સારું થશે નહિં. તેથી આ બાપનો ઉપદેશ અનર્થવાળો હોવાથી મારે ન જોઈએ. એમ વિચારી ભગવાન પાસે ગયો અને વાંદીને ભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો.
સર્વ પ્રાણીઓનાં રક્ષક ! મોહ રાજાનાં સૈન્યનો નાશ કરનાર ! સઘળી ભાવનાઓને ભાવનારા ! બધા દુઃખરૂપી કમલને ઉખેડવામાં હાથી તુલ્ય ! પ્રસરતાં કેવલજ્ઞાનથી જ્ઞાનાદિ સદ્ભાવોને જાણનારા ! ત્રણ વગરનાં ! ત્રણ ભુવનના માલિક ! મહાતેજસ્વી ! મહાનું કાર્યવાળા જિનેશ્વર ! જે સદા આપનાં વચનરૂપ અમૃતનું પાન કરવામાં લાલચુ હોય તે જીવો આ જગતમાં ધન્ય અને તેમનું જીવન સફળ છે. હું તો અત્યા પાપિક છું. તમારાં વચનો સાંભળતી વખતે કાન ઢાંકીને (બીડીને) ભાગી ગયો હતો. હે નાથ ! ઈચ્છા ન હોવા છતાં મને એક વચન સંભળાઈ ગયું. જેના દ્વારા હું આવ્યો. તેમજ ભવથી નિર્વેદ પામો. તમને હે સ્વામી ! નમસ્કાર હો ! હવે એવું કરો કે જેથી ભવવનને ઓળંધી જલ્દી સિદ્ધિપુરમાં પહોંચી જાઉં.
ભગવાને ભવનિર્વેદને ઉત્પન્ન કરનારી ધર્મ દેશના આપી. તે સાંભળી ઘણાં લોકો બોધ પામ્યા. તે વખતે રોહિૌયનું જીવવીર્ય ખીલી ઉઠ્યું. રોમરાજી વિકસિત થઈ અને ગાઢ કર્મ જાલ દળાઈ (છેદાઈ જવાથી ચારિત્રના પરિણામ જાગ્યા. ત્યારે તેણે હસમુખ ચહેરે પ્રભુને વિનંતી કરી હે ભગવન્! હું દીક્ષાને યોગ્ય છું. કે નહિ ? પ્રભુએ કહ્યું તું પૂરેપૂરો યોગ્ય છે તેણે કહ્યું તો હું દીક્ષા લઉં. પણ મારે શ્રેણીક રાજા સાથે વાત કરવી છે. રાજાએ કહ્યું - જે તને ગમે તે વિના સંકોચે બોલ. તેણે કહ્યું ઓ મહારાજા તે હું જ રોહિમૈયા ચોર છું. જેની પરંપરા પણ તમને ખ્યાલ છે. પણ પ્રભુનાં એક વચનના પ્રભાવે બૃહસ્પતિની બુદ્ધિને ટક્કર મારનાર બુદ્ધિવાળા અભયકુમારની યોજના નકામી નીવડી. મારા સિવાય બીજા કોઈએ તમારું નગર લુચ્યું નથી. તેથી મને એક આપનો સાક્ષી આપો. તેને સર્વ ધન બતાવી દઉં. ત્યાર પછી દીક્ષા વડે મનુષ્ય જન્મને સફલ કરું. ત્યારે શ્રેણીક રાજાએ અભયકુમારના મોં તરફ જોયું. ત્યારે અભયકુમાર અને કુતુહલથી નગરલોકો સેહિૌયની સાથે ગયા.