Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૫૦
धम्मा-ऽधम्मं गम्मा-ऽगम्मं गम्मए आगमेणं,
कज्जा - sकज्जं पेज्जा ऽपेज्जं जं च भोज्जं न भोज्जं ।
·
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
નુત્તા-કનુત્ત સારા-ઽસાર માિમા-ડમાિમ ૧,
भक्खा - sभक्खं सोक्खा ऽसोक्खं जेण लक्खति दक्खा ||४१ || सद्धासंवेगमावन्ना भीया दुक्खाण पाणिणो ।
कुता तत्थ वुत्ताई पावंति परमं पयं ॥ ४२ ॥ तम्हा एसो दुहत्ताणं ताणं सत्ताणमागमो || ४३ पू०
-
આગમથી જિનેશ્વરો. જિનપ્રતિપાદિત પદાર્થો ત્રસ સ્થાવર રૂપ જગત; સંસાર મોક્ષ અને તેમનાં દોષ ગુણ તથા તેમનાં અનેક પ્રકારનાં કારણો જણાય છે. ચારે ગતિમાં ભ્રમણ કરવુ તેને સંસાર કહેવાય.
જીવનું કર્મથી વિખૂટા થઈને રહેવું તે મોક્ષ કહેવાય.
દુકખફળે...વગેરે સંસારના અવગુણ છે કહ્યું છે કે
‘સંસારનું ફળ દુઃખ છે. સંસાર દુઃખમાં જકડી રાખે છે. સંસાર જાતે જ દુઃખ રૂપ છે. સંસાર દુઃખનું જ ઘર છે. અરે આ સંસારનું વર્ણન કરતાં ભયથી રૂંવાટા ઉભા થઈ જાય છે.
અનંતસુખ વિ. સિદ્ધિ પદના ગુણો છે.
આવશ્યનિર્યુક્તિ માં કહ્યું છે કે
અવ્યાબાધ સુખને પામેલાં સિદ્ધ ભગવંતો ને જે સુખ હોય છે તે સુખ મનુષ્ય તથા સર્વ દેવોને પણ હોતું નથી. સઘળાં દેવોનું સર્વકાલનું સુખ ભેગું કરી અનંતગણુ કરીએ તો પણ મુક્તિસુખનાં અનંતમાં વર્ગમૂલને પણ આંબી શકતુ નથી. સર્વકાલનું ભેગું કરેલું સિદ્ધ ભગવાનનું સુખ અનંતવર્ગથી ભાગાકાર કરીએ તો પણ સર્વ આકાશમાં ન સમાય. આ.નિ. (૯૮૦-૮૨)
-
સંસારનાં કારણ મિથ્યાત્વ સિદ્ધિનાં કારણ જ્ઞાન વિ. ના અનેક પ્રકાર જિનાગમ થી જાણી શકાય છે. ધર્મ અને અધર્મ લૌકિક લોકોત્તર ભેદથી બે પ્રકારે છે. લૌકિક ધર્મ તે ગ્રામધર્મ વિ. તે દૃષ્ટાન્ત દ્વારા સમજાવે છે. લૌકિક ધર્મ કથાનકથી જાણી શકાશે ...
૧ કારણ (સંસાર ભોગવતાં નવી દુઃખકારી પ્રકૃતિઓ બંધાય છે.)