Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૫૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
વસુદત્ત કથા અહીં જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં જયપુર નામે નગર છે. તે નગર જેમ શ્રેષ્ઠ ગાંધર્વકુલ સુંદર ધ્વનિવાળું, શબ્દશાસ્ત્ર સુંદર સ્વરવાળું, ધનુર્ધરનું શરીર સુંદર બાણવાળું હોય છે. તેમ આ નગરી સુંદર સરોવરવાળી છે. જેમ તીણ તલવાર સુંદર પાની પાયેલી હોય છે, માનસરોવર સુંદર પાણીવાળું હોય, ઉત્તમ કવિનું વચન સુંદર વાણીવાળું હોય છે, તેમ આ નગર સુંદર વણિવાળુ છે. જેમ વાત્સલ્ય ભાવિત નર સમૂહ સુંદર શરણ રૂપ (રક્ષણ કરનાર) હોય છે; મહામતિનું હૃદય શ્રેષ્ઠ સ્મૃતિવાળું હોય; વાયુ શરીર સુંદરધ્વનિવાળું હોય છે. તેમ આ નગર સુંદર રસ્તાવાળું છે. જેમાં સમુદ્રની સુંદર રત્નવાળું કિરમજીના રંગથી રંગાયેલું વસ્ત્ર સુંદર રંગવાળું હાથીનું મુખ સુંદર દાંતવાળું હોય છે તેમ સુંદર નિર્માતા (કલાકાર) વાળું આ નગર છે.
ત્યાં નમી રહેલાં સામંત રાજાઓના મુકટ મણિની પ્રભાથી જેનાં ચરણકમલ કાન્તિવાળા થાય છે તેવો જિતશત્રુ રાજા છે. રૂપાદિગુણોથીયુક્ત ત્રણ જગતની સ્ત્રીઓને ફિકી પાડનારી તેને કુંદપ્રભા પટ્ટરાણી છે. ત્યાં સઘળાં શાસ્ત્રમાં નિપુણ રાજાને માનીતો ધનદત્ત નામે શેઠ છે. જેને વસુમતિ પ્રિયા સાથે પંચવિષયક સુખ ભોગવતાં પાછળી વયમાં વસુદત્ત નામે પુત્ર થયો.
તે પુત્ર અનુક્રમે બોત્તેર કલામાં હોંશીયાર થયો. છતાં પણ ધર્મકલામાં અજાણ હતો. મા બાપે સમજાવ્યું કે હે બેટા ! સર્વકલામાં પંડિત પણ ધર્મકળા વિના અપંડિત જ છે. વળી વિજ્ઞાન વિનયવિ. સર્વગુણો પણ ધર્મ વગર નકામાં નીવડે છે. માટે ધર્મમાં પ્રયત્ન કર. તે કલાની પ્રામિ જિનાગમ સાંભળવાથી જ થાય છે. માટે સુગુરુ પાસે જઈને સાંભળ.
આટ આટલું કહેવા છતાં ભારે કર્મનાં લીધે તે જરા પણ માનતો નથી. જ્યારે માતાએ શેઠને વાત કરી કે આ આપણો પુત્ર થઈ સંસાર વનમાં ભટકે તે સારું ન કહેવાય. તેથી કાંઈ યુક્તિ લગાડો જેથી આ જૈન સિદ્ધાંતને સાંભળે. ત્યારે પિતા આગ્રહ કરીને પુત્રને વ્યાખ્યાનમાં લઈ ગયો. પણ અભવ્યત્વ નાં લીધે જેમ જેમ સાંભળે છે તેમ તેમ કાનમાં સોંપો ભોંકાવા લાગી અને ચિત્તમાં ખેદ થવા લાગ્યો. બાપના અનુરોધે દરરોજ વ્યાખ્યાનમાં જાય છે. પણ કાંઈ સાંભળવું ગમતું નથી.
હે તાત ! જગતમાં જીવાદિનો જ વિરહ હોવાથી કાગડાના દાંતની પરીક્ષા જેવું આ અગડ બગડે શું સાંભળો છો. પોતાની બુદ્ધિથી અનેક પ્રકારનાં