Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
આ ગુરુવયાણો સાંભળવાથી કાલક રાજકુમારનો કર્યભાર ઓછો થવાથી ચારિત્રનાં ભાવ જાગ્યા. અને કહેવા લાગ્યો કે ભગવન્! મિથ્યાત્વની જાલમાં ફસાયેલાં મને વાસ્તવિક ધર્મ કહીને આપે ઉગાર્યો છે. તેથી હવે મારે જે કરવા યોગ્ય છે તે ફરમાવો.
જ્યારે સૂરીશ્વરે તેનાં ભાવો પરખી ઉત્તમ સાધુ ધર્મ ફરમાવ્યો; તે વાત સ્વીકારી રાજા પાસે કુમાર ગયો. મહામુલીએ મા-બાપ આદિથી પોતાને છોડાવીને અનેક રાજપુત્રો સાથે સંયમ સ્વીકાર્યો.
ગ્રહણ આસેવન, શિક્ષા ગ્રહણ કરીને ગીતાર્થ થતાં ગુરુએ ગચ્છાધિપતિ તરીકે સ્થાપ્યાં. પાંચસો સાધુઓથી પરિવરેલાં ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતાં ઉજૈની નગરીમાં પધાર્યા. નગરનાં ઉત્તર દિશાનાં વનખંડમાં યતિયોગ્ય પ્રાસુક પ્રદેશમાં વસ્યાં.
તેમને પધારેલા જાણી લોકો ઝડપભેરે વંદન કરવા ગયા અને સૂરિને પ્રણામ કરી શુદ્ધભૂમિતલ ઉપર બેઠા. ત્યારે કાલક સૂરિએ દુઃખરૂપવૃક્ષનાં ઘીચ વનને ભામાતુ કરવામાં દાવાનલ સમાન જિનેશ્વરે ભાખેલો ધર્મ ગંભીર ધ્વનિથી કહ્યો.
તે સાંભળી સભાજનો અધિક સંવેગ પામ્યા. અને સૂરીનાં ગુણ ગાતાં ગાતાં પોતાનાં ઘેર ગયાં. એ પ્રમાણે ભવ્ય જીવોરૂપી કમળને પ્રતિબોધ કરતાં આચાર્ય મ. નો કેટલોક કાળ પસાર થયો ત્યારે ભવિતવ્યતા યોગે ત્યાં સાધ્વી સમુદાય આવ્યો. તેઓમાં સરસ્વતી નામનાં સાધ્વી હતાં... તે કેવાં છે ?
સરસ્વતીની જેમ હસ્તાગ્રમાં પુસ્તક છે. પણ અકલીન નથી. (સરસ્વતી પિતા-બ્રહ્માને પરાગી હતી તેથી કુલીન નથી) ગૌરીની જેમ મહાતેજસ્વી છે પણ ભવ-સંસારમાં રક્ત નથી. (ગૌરી ભવ-શંકરમાં રત હતી) શરદકાળની નદીની જેમ સ્વચ્છ આશયવાળી પણ નદી ગ્રાહ ઝુંડ વિ. દુષ્ટ જલચર પ્રાણીવાળી હોય છે. ત્યારે આ ખોટી પકડ રાખનારી નથી. લક્ષ્મી જેમ કમલ આલયવાળી છે તેમ આ નિર્મલ સ્થાનવાળી છે. પરંતુ કામના (વિષયવાસના) વિનાની છે ચંદ્રલેખાની જેમ સર્વજનોને આનંદ આપનારી છે. પણ તેની જેમ વાંકી નથી. એટલે કે તે ગુણો અને રૂપથી સર્વનારીઓમાં મુખ્ય છે. વળી સંયમની ક્રિયામાં ઉદ્યમવાળી એવી સરસ્વતી નામની કાલકાચાર્યની નાની બહેન Úડિલ ભૂમિએ જતી ઉજૈનીના રાજા ગર્દભિલે જોઈ. અન એહો દુષ્ટ વિચાર થયો આગેન્જ આસક્ત બન્યો.