Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૬૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હા સુગુરુ ! ઓહ ! ભાઈ ! ઓ પ્રવચનનાં નાથ! હે કાલક મુનીન્દ્ર! અનાર્ય રાજાવડે હરણ કરાતા મારાં સંયમનનું રક્ષણ કરો. આવી રીતે વિલાપ કરતી તેણીને અનિચ્છાએ બળજબરીથી અંતઃપુરમાં નાંખી દીધી. તે જાણી સૂરિએ રાજા પાસે જઈ કહ્યું કે રાજન્ !
પ્રમાણમાં રહેલાઓએ પ્રમાણોનું યત્ન થી રક્ષણ કરવું જોઈએ. પ્રમાણમાં રહેલાં અવ્યવસ્થિત બને ત્યારે પ્રમાણો વિશાદ (નાશ) પામે છે. (મર્યાદામાં રહેલાઓએ ન્યાયોનું પ્રયત્નોથી રક્ષણ કરવું જોઈએ. નહિ તો વેર વિખેર થયેલી મર્યાદાથી નીતિઓ લોપ થાય છે.) વળી તપોવન વિ.નું રાજાને જ રક્ષણ કરવાનું હોય છે. રાજાઓનાં ભુજાની પરાક્રમની છાયાનાં આશ્રયથી ઋષિ મુનિઓ સુખે રહે છે. અને નિર્ભય બની પોત પોતાની ધર્મ ક્રિયા કરે છે. તેથી આ સાળીને છોડી દો. પોતાનાં કુલને કલંક ના લગાડો !
કહ્યું છે કે... જે પરદારનું હરણ કરે છે. તે ગોત્રને ગંદુર કરે છે. ચારિત્ર ને મલિન કરે છે. સુભટપણાને હારી જાય છે. જગમાં સઘળે અપયશ ફેલાવે છે. અને કુલ ઉપર મેંશનો કુચો ફેરવે છે. તેથી મહારાજ ! શરીરમાંથી નીકળેલી પેશીઓની માફક આ વિરુદ્ધ છે. કામાતુર તથા ઉધી બુદ્ધિનાં લીધે રાજાએ કાંઈ માન્યું નહિ.
કેમકે - સામે રહેલું દશ્ય (આંખથી જોઈ શકાય તેવી) વસ્તુને અંધ માણસ દેખાતો નથી, જ્યારે રામાંધ તો જે છે તે તો દેખાતો નથી. અને જે નથી તેને દેખે છે. અને તેથી અશુચિથી ભરેલાં પ્રિયાનાં શરીરમાં ડોલરના કુલ, કમળ, પૂનમનો ચંદ્ર, કળશ કાંતિ ભર્યા લતાનાં પાંદડાઓ વિ.નો આરોપ કરી હરખે છે. કીડા કરે છે.
તેથી હે રાજન્ ! આ તપસ્વિનીને છોડી દે. અન્યાય ન કરો, તમે અન્યાય કરશો તો બીજો કોણ ન્યાયી બનશે. છતાં રાજા કેમ કરીને ન માન્યો. અને સંઘ પાસે કહેવાડ્યું છતાં તેણે સંઘને પણ નકાર ભણ્યો.
ત્યારે કોધે ભરાઈ કાલકાચાર્યે આ ઘર પ્રતિક્ષા કરીકે સંધનો વિરોધી, પ્રવચનનો ઘાતક, સંયમનો નાશ કરવામાં તત્પર એવાં માણસોની ઉપેક્ષા કરનારની જે ગતિ થાય તે ગતિ મારી થાય. તેથી નિર્લજજ આ રાજાને હું આ રાજ્યથી ભ્રષ્ટ કરીશ.
આવું કરવું જોઈએ તે વિષે આગમ માં પણ કહ્યું છે કે.. સામર્થ્ય હોય તો આજ્ઞા ભંગ કરનારની ઉપેક્ષા ન કરવી જોઈએ. પાગ