Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૬૧
વિષયોમાં આતુર તે પાપીઓ વ્યવહારમાં પહેલાં હોય છે. અને ધર્મ થી ભ્રષ્ટ તેઓ અસદાચારી હોય છે. સ્વજનો સાથે હંમેશને માટે વિરોધી,લુબ્ધ, વૃદ્ધ, અને મિત્રોનાં ધર ભરનારાં, ભારેકોધી દયા તથા લજ્જા વગરનાં લોકો હોય છે.
દુષમકાળમાં શરણ વગરનાં લોકો નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવલોકમાં શારીરિક અને માનસિક દુઃખો જે પ્રાપ્ત કરે છે. તારક એવા આગમને નહિં જાણનારા જીવો દુઃખથી તપેલા (પીડાતાં) ચોરાશી લાખયોનિ સ્વરૂપ ચાર ગતિના ગમનથી ગહન સંસારમાં ભટકે છે.
આવા દુઃષમકાળમાં પણ આગમ જે તારણહાર હોય તો ભવસાગરથી તરી જાય છે.
સ્વભાવથી દૂર અનેવિષયમાં લૐ બનેલાં પણ જિનવચનથી મન વાસિત થતાં ત્રણે લોકનાં જીવોને સુખ આપનાર બને છે.
तम्हा ताणं महाणाहो बंधू माया पिया सुही ।
गई मई इमो दीवो आगमो वीरदेसिओ ॥६०॥
તેથી આ આગમને વીર પ્રભુએ મહાનાયક, બંધુ, મા, બાપ, મિત્રસમાન, સુગતિ સન્મતિ આપનાર હોવાથી ગતિ મતિ, ભવસમુદ્રમાં આશ્વાસન આપનાર હોવાથી બેટ(દ્વીપ), અને અજ્ઞાન અંધકારને દૂરકરનાર દીવડો કહ્યો છે.
सूरीपरंपरेणेसो संपत्तो जाव संपयं ।
किंतु साइसओ पायं वोच्छिन्नो कालदोसओ ॥ ६१॥
આચાર્યની પરંપરાથી આ સિદ્ધાન્ત આપણને પ્રાપ્ત થયો છે. પણ કાળદોષથી પ્રાયઃકરીને અતિશયવાળા ગ્રન્થનો વિચ્છેદ થઈ ગયો છે.
આ વાત કાલકાચાર્યે અભિમાની પોતાનાં પ્રશિષ્ય સાગરચંદ્ર આચાર્યને પ્રતિબોધ કરતાં કહે છે.