Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૩૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ નિમંત્રણ આપ્યું. અને જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે દ્વાર બંધ કરી આગ લગાડી સર્વનો નાશ કર્યો.
એમ નગર નિરુપદ્રવી થયે છતે હવે મારાથી અધિક કોણ છે એમ વિચારતાં પૂર્વે કાપેટિક થઈને ફરતો હતો ત્યારે એક ગામમાં ભિક્ષા ન મળી હતી તે યાદ આવ્યું તેથી મનમાં કોધ ભરાયો. અને ગામડીયા માણસોને આદેશ કયોં કે તમારા ગામમાં આંબા અને વાંસ છે. આંબા કાપી વાંસની ચારે તરફ વાડ બનાવો. ત્યારે પરમાર્થથી અજ્ઞાન ગામડીયાઓએ ‘આંબાનું રક્ષણ કરવું આવો રાજ આદેશ હોવો જોઈએ. આવું વિચારી વાંસોને છેદી આંબાની ચારે કોર વાડ કરી. ‘તમે તો રાજઆજ્ઞાથી વિરુદ્ધ કામ કર્યું.’ એવાં ગુનાનો આરોપ લગાડી સપરિવાર તેમજ પશુ વિ. સર્વને દ્વાર બંધ કરી આખું ગામ બાળી નાંખ્યું.
એક વખત (દ્રવ્ય) કોશનું નિરૂપણ કરતાં સર્વ ભંડાર શુન્ય દેખ્યાં; કોશ ને પૂરવાં કૂટ પાસાઓ બનાવ્યાં. સોનામહોરથી ભરેલાં સુવર્ણ થાળ અને તે પાસાઓ પોતાનાં માણસને આપ્યા. અને નગરમાં ફરતો પુરુષ કહેવા લાગ્યો જે મને જીતે તે આ થાળ લઈ જાય. અને હું જીતું તો એક સોનામહોર આપવી.
થાળના લોભે ઘણાં લોકો રમે છે. પણ પુરુષની ઈચ્છા પ્રમાણે પાસાં પડતાં હોવાનાં કારણે કોઈ જીતતું નથી. ચાણકયે વિચાર્યું આ રીતે ધન ભેગું કરવામાં લાંબો સમય લાગી જશે માટે બીજો કોઈ વિચાર કરું. શું ઉપાય કરું ? હા હા યાદ આવ્યું સર્વ શ્રીમંત કૌટુમ્બિકોને (મદિરા) પીવડાવું. તેથી તેઓ પોતાની સાચી પરિસ્થિતિ જણાવશે.
કારણ કે - કોધે ભરાયેલો, આતુર, વ્યસનને પ્રાપ્ત થયેલો, રાગને વશ થયેલો, મત્ત અને મરતો માણસ આ બધા સ્વભાવિક પરિસ્થિતિને પ્રગટ કરનારાં હોય છે.
એમ વિચારી કૌટુમ્બિકોને નિમંત્રીને મદિરા પાઈ. પણ પોતે ન પીધી. જ્યારે બધાં દારૂના નશામાં પરાધીન થયાં ત્યારે તેમનાં ભાવની પરીક્ષા કરવા પહેલાં પોતે બોલ્યો. - મારે ગેરુના રંગેલા બે વસ્ત્રો છે, સોનાનું કમંડલ છે. અને ત્રિદંડ છે. તેમજ રાજા મારે વશ છે. આવી ઋદ્ધિ હોવાથી મારા નામે ઢોળ વગાડ. (૧૬૦) | તેની ઋદ્ધિને નહિં સહન કરનાર એક બોલ્યો કે હાથીનું મદોન્મત્ત બચ્ચે હજાર યોજન ચાલે તેનાં પગલે પગલે લાખ લાખ