Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ધર્મની પર્યાલોચના દ્વારા અન્વેષણ કરતો ઝરુખામાંજ પડ્યો.
ત્યારે નજીકનાં માણસોએ ચંદનના રસ વિ.થી સિક્શન કર્યુ અને તાલવૃંત પંખાથી વીંઝવા લાગ્યા. પલકમાં પૂર્વભવ યાદ કરી ઊભો થયો અને ગુરુ પાસે ગયો. ભક્તિના અતિશયથી વિકસિત રોમરાજીવાળાં ખીલેલાં વદનકમલવાળાં રાજાએ લલાટે અંજિલ લગાડીને વિનંતિ કરી હે ભગવન્ ! જિનધર્મ નું શું ફળ છે ? સ્વર્ગ અને મોક્ષ ફળ છે, રાજાએ કહ્યું સામાયિકનું શું ફળ છે? સૂરીએ કહ્યું અવ્યક્ત સામાયિક નું રાજ્યપ્રાપ્તિ વિ. ફળ છે. ત્યારે વિશ્વાસ બેસવાથી રાજાએ કહ્યું આ વાત આમજ છે. એમાં કોઈ સંદેહ નથી પણ આપ મને ઓળખો છો કે નહિં ? ત્યારે આચાર્યશ્રીએ શ્રુતોપયોગ મુકી બરાબર કહ્યું. હું બરાબર ઓળખું છું. તું કૌશામ્બી નગરીમાં મારો શિષ્ય હતો.
-
૧૪૫
ત્યારે વિશેષ ભક્તિ બહુમાનનાં કારણે ગદ્ગદ કંઠે ફરી પણ સૂરિજીને વાંઘા અને કહ્યું દુઃખીયાના દુઃખો દૂર કરી સુખની સોડમાં સુવડાવનારા! ગુણોથી ભરેલાં ! કરૂણાનાં સાગર ! વિશિષ્ટશ્રુતજ્ઞાનના ભંડાર ! મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ! ગર્વથી ભરેલાં પરવાદીરૂપી હાથીઓનો નાશ કરવામાં સિંહ સમાન ! મનુષ્ય વિદ્યાધર અને દેવતાઓથી નમન કરાયેલાં હે મુનિનાથ ! તમને નમસ્કાર હો ! જીવોનાં પિતા સમાન આપે તે વખતે મારાં ઉપર કૃપા ન કરી હોત તો દુઃખ ની ભમરીમાં ફસાઈ જાત. તમારાં ચરણ પસાએ અસાધારણ રાજ્યની પ્રાપ્તિ થઈ તેથી અત્યારે મારે જે કરવા યોગ્ય હોય તે આદેશ કરો.
સૂરીએ કહ્યું આ સર્વ ધર્મનો પ્રભાવ છે તેથી તેમાંજ યત્ન કર. જેવી ‘ગુરુની આજ્ઞા’ એમ કહી શ્રાવક ધર્મ સ્વીકાર્યો. જિનપ્રતિમાઓ ને અષ્ટપ્રકારી પૂજાથી પૂજવા લાગ્યો. અને ગુરુ સેવામાં રક્ત બની સાધુજનો ને વહોરાવે છે. દીન અનાથ વિ. ને દાન આપી જીવદયા પાળે છે. આજ પ્રકરણમાં વર્ણવેલી વિધીથી જિનમંદિરો કરાવે છે. ગામ-નગર-આકર વિ. માં ગગનચુંબી જિનાલય બંધાવી પૃથ્વીને રાજાએ શોભાવી. સુવિહિત સાધુઓના તે શ્રાવકરાજાએ પ્રાન્તનાં સર્વ રાજાઓને જલ્દી બોલાવ્યા તેમને વિસ્તારથી ધર્મ કહ્યો અને સમકિત પમાડ્યું. અને શ્રમણોએ ભણાવેલ ઉપદેશેલાં ઘણાં રાજાઓ શ્રાવક થયા. તે રાજાઓ ત્યાં જ રહેલાં હતા. ત્યારે ઉજ્જૈની ના જિનાલયથી રથયાત્રા ઠાઠમાઠથી કાઢી તેમાં મહાવિભૂતિથી રથયાત્રા નીકળી તેનું વર્ણન કરે છે... ભંભાભેરી અને ઉદ્ઘોષણાથી શબ્દમય બનેલી, જેમાં જયજય શબ્દનો