Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૪૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પશુનાં ભાવમાં ઘણી વેદનાઓ સહન કરી તેને યાદ કરતો રે જીવ! આ વેદનાને સહન કર; વળી જ્યાં સુધી આ દેહમાંથી પ્રાણને છોડુ નહિ ત્યાં સુધી આ નીચેનાં જિનવચનો પ્રસન્ન મને સ્મરણ કરું.
જીવ એકલો જાય છે; મરે અને ઉપજે છે. તથા સંસારમાં એકલો ભમે છે. અને એકલો સિદ્ધિવધૂને વરે છે. જ્ઞાન દર્શન ચારિત્રમાં આ શાશ્વત આત્મા છે. શેષ દુર્ભાવોને જીવન પર્યન્ત વોસિરાવું છું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, રાત્રિભોજનથી વિરમું છું. અને આહાર પાણી વિ. ના ત્રિવિધ ત્રિવિધે પચ્ચકખાણ કરુ છું. જે જે સ્થાનમાં મારા અપરાધ થયાં હોય તેઓને જિનેશ્વરી જાણે છે. તે સર્વને સમભાવથી ઉપસ્થિત થયેલો હું આલોચના કરું છું. છvસ્થ મૂઢ મનવાળો આ જીવને કેટલું યાદ આવવાનું ? જે યાદ ન આવે તેનું પણ હું “મિચ્છામિ દુક્કડમ” આપું છું. અત્યારે મરણ સમય નજીક આવેલો હોવાથી આત્મહિત કરવું યોગ્ય છે. તેથી અરિહંત પરમાત્માનું સ્મરણ કરું છું.
અરિહંતને નમસ્કાર હો, સર્વ સિદ્ધ ને નમસ્કાર હો, આચાર્ય ઉપાધ્યાયને નમસ્કાર હો, સર્વ સાધુઓને નમસ્કાર હો.
એવાં શુભ પરિણામવાળો ચાણક્ય દેવલોકનાં વિમાનમાં શ્રેષ્ઠ દેવરૂપે ઉત્પન્ન થયો. અવસર જોઈ સુબંધુએ ચાણક્ય ના ઘરની માંગણી કરી, રાજાએ હાં પાડી સુબંધુ ત્યાં ગયો. પણ આખું ય ઘર શૂન્ય હતું. પણ ત્યાં એક બંધ દ્વારવાળો ઓરડો જોયો. તેણે ચિંતવ્ય આમાં જ બધો સાર હશે. ખોળી ને જોયું તો એક પેટી દેખાઈ ! અરે ! આમાં શ્રેષ્ઠ રત્નો હશે ? તેથી તાળાઓ તોડી પેટી ઉઘાડી. તેમાં મઘમઘતી ગંધવાળો ડાભડો દેખાયો. હું ! હું ! આમાં હીરા હશે એમ ધારી ડાભડો ખોળ્યો. તેમાં સુગંધમય એક પત્ર દેખ્યો. ગંધ લઈને પત્ર વાંચ્યો અને તેમાં લખ્યું હતું કે... આ ગંધ ને સુંઘી જે શીતલ પાણી પીશે. મનોજ્ઞ ભોજન અને ઉત્તમ ખાદિમ સ્વાદિમને જમશે. સુગંધિ પુષ્પ કપૂર વિ. ને સુંઘશે. ચિત્ર વિ. માં રહેલા સુંદર રુપ નિહાળશે. વીણા વાંસલીના ધ્વનિને કોયલના મધુર ગીતોને સાંભળશે. સ્ત્રી શવ્યા તકીયો વિ. કોમલ પદાર્થને અડકશે એટલે કે પાંચે ઈન્દ્રિયોના મનોજ્ઞ વિષયોને જે ભોગવશે તે યમનાં ઘેર જશે. (મૃત્યુ પામશે) એમાં કોઈ સંદેહ નથી.
દાઢી, મુંછ અને માથાના વાળનું મુંડન કરાવી. હલ્દી જાતનાં અન્ન પાનથી જીવન ચલાવનાર સાધુની જેમ જે રહેશે તે જીવી શકશે; નહિ તો મરશે. એવું વાંચી સુબંધુ વિચારવા લાગ્યો. મારી બુદ્ધિને ધિક્કાર હો. કે જેના