Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૪૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ દાનાદિ રૂપ જ્યાં સાધુ સેવા નથી થતી ત્યાં “ત્યાં તળાવમાં પાણી (પશુઓ માટે) તૃણ અને અણુ જેટલું અન્ન પણ ઉપર (માલીયામાં સંગ્રહ સ્થાને) અડતું નથી. વાદળ (કદાચ દેખા દે તો) ભૂલા પડેલા જાણવા. પરન્તુ પાણીનું બિંદુ વરસાવે નહિ.
આ સાંભળી ચાણક્ય શરમાયો...
હે ભગવન્! અનુશાસનને ઈચ્છું છું. આપે ડૂબતાં એવા મને સંસાર સમુદ્રમાંથી પ્રેરણારૂપી શ્રેષ્ઠ માનદ્વારા બહાર કાઢ્યો છે. પ્રાસુક એષણીય અમારા માટે બનાવેલાં ભક્તપાનનો મારે ઘેર દરરોજ લાભ આપી મારા ઉપર ઉપકાર કરો. મેં આપને ઠપકો આપ્યો. તેની મને ક્ષમા કરો. (મારા ગુના ને માફ કરો) એમ કહી ચાણક્ય ઘેર ગયો.
અને વિચારવા લાગ્યો શુલ્લક સાધુની જેમ કોઈ વૈરી અદશ્ય થઈ ઝેર ભેળવી દે તો ઘણું ખરાબ થઈ જાય. તેથી આવો કોઈ ઉપાય કરું જેથી વિષપ્રયોગથી પણ ભય ન રહે. પછી સહન કરી શકે તેટલું વિષથી મિશ્રીત આહાર ચંદ્રગુપ્તને જમાડવાનું શરુ કર્યું.
રાજાને ધારિણી નામે પટ્ટરાણી છે. તેણીને પ્રધાન ગર્ભનાં પ્રભાવે દોહલો ઉત્પન્ન થયો છે. તે માતાઓ ધન્ય છે. કૃતાર્થ છે. જેઓ રાજા સાથે એક સિંહાસને બેઠેલી એકજ થાળીમાં ભોજન કરે. જેઓ રાજા સાથે એક થાળીમાં ભોજન કરતી નથી, તેઓનું જીવન તથા ગર્ભને ધારવો વ્યર્થ છે. એવો દોહલો પૂર્ણ ન થવાનાં કારણે પાતળી પડી ગઈ. તે દેખી રાજાએ પૂછયું. હે પ્રિયે! હું પણ સ્વાધીન હોવા છતાં તારું શું નથી પુરાતું (એટલે તારે શેની અધુરપ છે ?) અથવા તો શું કોઈ દુર્જને દુષ્ટ વચનો કહ્યા છે. હે દેવી ! શું તારી આજ્ઞાનું કોઈએ ખંડન કર્યું છે. આજે સહસા કોનાં ઉપર યમરાજા અકાળે ક્રોધે ભરાયો છે ? ધારિણીએ જવાબ વાળ્યો હે નાથ ! આવું કશું જ થયું નથી. પરંતુ ગર્ભનાં પ્રભાવથી થયેલો રાજા સાથે જમવાનો મારો દોહલો પૂર્ણ થતો નથી. ત્યારે રાજાએ કહ્યું તું સ્વસ્થ બન. હું આ દોહલો પૂરીશ. તેથી બીજા દિવસે ભોજન કરતા રાજાએ રાણી સાથે બેસવાની વાત કરી તમે પણ કબુલ્યું. ત્યારે ચાણકયે કહ્યું હે રાજન ! તારો આહાર વિષ યુક્ત છે. માટે ન આપીશ. એમ રોજ માંગવા છતાં ચાણક્યનાં ભયથી તેણીને આહાર આપતો નથી. પણ એક દિવસ ચાણક્યની ગેરહાજરીમાં તેણે એક કોળીયો રાગીને આપ્યો. મોઢામાં કોળીઓ આવતો હતો તેટલામાં ચાણક્ય આવ્યો તેણે રાગીને