Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૩૯
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ થઈ ગયા છો. ચન્દ્રગુણે કહ્યું વાત તો સાચી છે. પણ તે આર્ય ! હું કારણ જાણતો નથી. પણ હું ભોજનથી તૃમ થતો નથી.
ત્યારે ચાણક્ય વિચાર્યું નક્કી કોઈ વચ્ચે સિદ્ધપુરમાં આવી આના આહારને ગ્રહણ કરતો લાગે છે. બીજા દિવસે ઈંટનો ભુક્કો ભોજન મંડપમાં ચારે કોર નાંખ્યો. તેમાં બાલવયવાળા બે જણનાં પગલાં પડતા દેખાયા. તેનાથી ખબર પડી કે નાની વયવાળા બે સિદ્ધ પુરુષો અહીં આવતાં લાગે છે. બીજા દિવસે દ્વાર બંધ કરી ધુમાડો કર્યો તેનાથી તેમનું અંજન ગળી ગયું. એથી રાજાના બન્ને પડખે બેઠેલા ક્ષુલ્લક સાધુ દેખાયા. એમને મને એંઠ ખવડાવી અપવિત્ર કર્યો. એથી તેમના ઉપર વૈમનસ્ય (મન દુઃખ) થયું.
ચંદ્રગુપ્તનું દુષ્ટમન દેખી ચાણકયે કહ્યું તમે દુભાઓ છો કેમ ? તમે બાલસાધુ સાથે ભોજન કર્યું એથી આજે ખરેખર તમે શુદ્ધ બન્યા છો. સાધુઓ સાથે એક જ થાળીમાં જમવાનું વળી કોને મળે ? તેથી તમે જ કૃતાર્થ છો. તમારો જન્મ સફળ છે તમેજ ધન્ય પુણ્યશાળી પરમપવિત્ર છો અને તમને પ્રાપ્ત સામગ્રી પ્રશંસા લાયક બની છે. જે સામગ્રીને તમે તે બાલમુનિ સાથે જમ્યા. આ જીવલોકમાં એઓ કૃતાર્થ છે. કે જેઓ ભોગોને છોડી બાલપણામાં દીક્ષા અંગીકાર કરે
કારણ કે જિનેન્દ્ર ધર્મમાં કહ્યું છે કે બાલ મુનિઓને ધન્ય છે. જેઓએ બાલપણામાં ચારિત્ર સ્વીકાર્યું છે. અરે ! ઘાસ અને પારો સોનામાં ભેદભાવ વગરનાં; તેઓએ પ્રિય વિયોગ ક્યારે જોયો નથી (કારણ તેમને પ્રિય અપ્રિય કશું છે જ નહિં) એમ ચંદ્રગુપ્તને અનુશાસન કરી બાલસાધુઓને વિસર્જિત કર્યા.
ચાણક્ય પોતે આચાર્ય પાસે જઈને કહ્યું કે આપનાં શિષ્યો જો આ પ્રમાણે કરશે તો બીજે ક્યાં સારું જોવા મળશે ? તેથી તમે એમને આવું કરતાં રોકો.
ત્યારે સૂરિએ ચાણક્યને કહ્યું હે ભદ્ર! શું તું શ્રાવક થઈને આત્માને વગોવે છે ? શું આ પ્રમાદથી સંસાર તરી જઈશ ? જેથી આ દુષ્કાળમાં બે સાધુને પણ નિભાવી શકતો નથી. એટલા માટે જ તો સર્વ સાધુઓને મેં અન્ય ઠેકાણે મોકલ્યા છે પણ આ તો પાછા ફરી ગયા. તો આવા પ્રકારનાં પાપારંભનું અન્ય શું ફળ તને થશે ? કહ્યું છે કે
જેનું યથોચિત દાન યતના (યત્ન) થી યતિઓ ગ્રહણ કરતા નથી તે શું ગૃહસ્થ છે ? તેનું તો ઘરવાસમાં રહેવું નકામું છે.