Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૯૭
લાગ્યો, સંસાર વાસને ધિક્કાર હો. જ્યાં આવી વિડંબના થાય છે. તેથી ઘેર જઈને દીક્ષા લઈશ. પછી વસંતપુર જઈ દીકરીને ઘેર લાવી મોટાપુત્રને ઘરનો ભાર સોંપી દીક્ષા લીધી. નિષ્કલંક સંયમ પાળી, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગયો. ત્યાંથી આવી ‘ક્ષિતિપ્રતિષ્ઠિત' નગરમાં રાજપુત્ર થઈ મોક્ષે જશે.
‘‘જિનદેવકથા પૂરી’’
ઉપનય સર્વ ઠેકાણે જાતે સમજી લેવો... હવે દેવાભિયોગ આગાર બતાવે છે...
કુલપુત્રની કથા
એક ગામમાં એક કુલપુત્ર રહે છે. તે સાધુના સંસર્ગથી શ્રાવક થયો. તેથી પૂર્વપરિચિત દેવતા વિ. ની પૂજા બંધ કરી અને મહાપૂજા કરીને ત્રણે કાળ જિનેશ્વરને વાંદે છે. તેઓના બિળ સ્નાત્ર યાત્રા મહોત્સવ દરરોજ કરે છે. ભરપૂર ભક્તિભારથી/રાશિથી વિકસિત રોમરાજીવાળો, ખીલેલા મુખકમલવાળો, આનંદ પ્રવાહથી પૂર્ણ પ્રયોજનવાળો, હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું. એવી ભાવનાથી સુદેવ, સુગુરુ ની ભક્તિ કરવા લાગ્યો.
તે દેખી એક પૂર્વપરિચિત દેવી કોપાયમાન થઈ અને પૂજોપચાર માગ્યા. તેણે કહ્યું કે હે કટપૂતના ! હું તારાથી ડરતો નથી. તે સાંભળી દેવી ઘણી રોષે ભરાઈ; અને ગાયો સાથે તેના પુત્રનું અપહરણ કર્યુ. તેણે ઘણી શોધખોળ કરી પણ ક્યાંય જોવામાં ન આવ્યો. તેથી તે આકુળ થયો. એ અરસામાં દેવીએ એક ડોશીને ભૂતાવિષ્ટ કરી, (કુલપુત્રના) શરીરને ઉછાળ્યું. વાળો કંપાવ્યા, હથેળી ઉખેડી નાંખી અને ભૂમિ પીઠ થપથપાવીને કહેવા લાગી. જો હજી પૂજા નહિં કરે તો આનાથી વધારે દુ:ખ પામીશ. છતાં તે નિશ્ચલ રહ્યો. તેનો નિશ્ચય જાણી દેવીએ પત્તિય ખંડ = પત્નીનો ભાગ/વિશ્વાસનો ભાગ આપવાની વાત કરી. તેનો દેવાભિયોગ જાણી તેનો સ્વીકાર કર્યો. અને કહ્યું કે તું જિનપ્રતિમાની નીચે રહીશ તો પૂજા કરતા તને પણ નાંખીશ. ત્યારે દેવી ગાયો સહિત પુત્રને પાછો લાવી આપે છે. એ પ્રમાણે નિષ્કલંક સમકિત પામી દેવલોકે ગયો.
(ઈતિકુલપુત્ર કથાનક સમાપ્ત)
કાંતારવૃત્તિ - લોકોના અવરજવર વગરનાં જંગલવિ. માં નિર્વાહ કરવા