Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૦૯
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ મેં તમને એ પ્રમાણે કહી સંભળાવ્યું. જો વળી પિતાશ્રીને ખાત્રી થતી ન હોય તો ભગ્ગલિક કઠિયારાને બોલાવો. ત્યારે રાજાએ કોટવાલને પૂછયું અને આ નગરમાં ભમ્મલિક નામે કઠિયારો રહે છે. તેણે કહ્યું હાં રાજાસાહેબ. રાજાએ કહ્યું જલ્દી બોલાવો. કંપતા અંગવાળા કઠિયારાને જલ્દી ત્યાં લાવવામાં આવ્યો. રાજાએ અભયદાનાદિ વડે આશ્વાસન આપી પૂછ્યું તારે કોઈ પત્ની છે. અત્યારે કોઈ નથી. પણ પહેલાં ધન્યા નામની પત્ની હતી. જેણે મર્યાને પંદર વર્ષ થઈ ગયા છે. તને શું તે પત્ની દેખાય છે ? તેણે કહ્યું શું મરેલાઓ કાંઈ દેખાય ખરા ? રાજાએ કહ્યું દેખાય છે. જો આ ઉભી છે તે તારી સ્ત્રી છે. રાજાસાહેબ ! આ તો મારી પત્ની નહિં પરંતુ આપની પુત્રી છે. ત્યારે રત્નપ્રભા બોલી અરે મૂર્ખ ! તેજ હું ધન્યા નામની સ્ત્રી છું. સર્વદવોના અધિપતિ ઈન્દ્રોવડે વંદિત ચરણવાળા ચિંતામણિ કલ્પવૃક્ષથી અધિક પ્રભાવશાળી આ ભગવાનની પૂજાદિના પ્રભાવથી સર્વકલા કલાપ વિ. ગુણોયુક્ત રાજપુત્રી થઈ છું. એકાંતમાં હાસ્યક્રીડા વિ. કરેલી તે સર્વસાક્ષી સહિત કહી બતાવ્યું. તેથી કઠિયારાએ કહ્યું આ મારી પૂર્વની પત્ની સંભવી શકે છે. કારણ કે આ મારી પત્ની સંબંધી રહસ્યો જાણે છે. રાજપુત્રીએ કહ્યું કે પહેલાં મારા કહેવા છતાં ન સ્વીકાર્યું. તો પણ અત્યારે જિનાદિ ધર્માનુષ્ઠાનને કર; જેથી જન્માંતરમાં આવાં દુઃખ ન ભોગવવા પડે. છતાં તે કઠિયારો ભારેકર્મી હોવાનાં કારણે કાંઈ પણ ધર્મ સ્વીકારતો નથી.
અહો કેવી અશુભકર્મની પ્રવૃત્તિ છે. જેના લીધે આવી સાક્ષાત્ પ્રતીતિ હોવા છતાં આ ધર્મને સ્વીકારતો નથી. એમ વિચારી રાજપુત્રીએ તેને ઉચિત દાન આપ્યું. અને વિસર્જન કર્યો ! અને ઘણાં લોકોને ધર્માભિમુખ કરીને રાજપુત્રી ઉભી થઈ. અને રાજાદિ સર્વ લોકો પણ સ્વ સ્વ સ્થાને ગયા. ત્યારપછી દરરોજ જિનવંદન પૂજન સ્નાત્રયાત્રા વિ. કરતી, ગુરુજનને આરાધતી, સુસાધુ પાસે સિદ્ધાંતને સાંભળતી, સુપાત્રાદિમાં દાન આપતી, દીન, અનાથ વિ. દુ:ખીજનોના મનોરથને પૂરતી. સાધર્મિકોની ભક્તિ કરતી. મા બાપને પ્રતિબોધ પમાડતી. તેણીનાં કેટલાક દિવસો ગયા.
એક દિવસ ત્યાં મહાપુર નગરનો રાજા રિપુવિજય નો પ્રતિનિધિ આવ્યો. ઉચિત પ્રતિપત્તિ કરીને વિનંતિ કરી કે હે રાજન્ ! તમારી પુત્રીનાં ગુણો સાંભળી, આકર્ષિત થયેલાં રિપૃવિજય રાજાએ તેણીને વરવા માટે મને મોકલ્યો છે. જો તમને યોગ્ય લાગતું હોય તો રાજાને તમારી પુત્રી આપો. રાજાએ પણ “એમ થાઓ' એમ સ્વીકારી સત્કારીને પ્રતિનિધિને વિસર્જન કર્યો. ત્યાર
Aો ગયા