Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૧૯
‘જિનભવન નામે રિતીય રસ્થાન'
હવે અનુક્રમે આવેલાં બીજા સ્થાનની શરૂઆત કરાય છે. આને પૂર્વ સાથે આ પ્રમાણે સંબંધ છે. પ્રતિષ્ઠિત જિનબિમ્બ માટે જિનગૃહની જરૂર પડે છે. માટે જિનભવનનું વિધાન કરાય છે.
जिणिंदयंदाण य मंदिराई, आणंदसंदोहणिसंदिराई । रम्मा रुंदाणि य सुंदराई, भव्वाण सत्ताण सुहंकराई ॥२७॥
જિનેન્દ્ર ચંદ્રના આનંદ ધોધને કરાવનાર, રમ્ય, વિશાળ, સુંદર, મંદિરો ભવ્યજીવોને સુખ કરનારા છે. વાસ્તુ શાસ્ત્રોક્ત પ્રમાણવાળા, સુંદર જિનાલયને દેખીને પ્રાણી આનંદ વિભોર અને પ્રફલિત હૃદયવાળો થાય છે. માટે જિનાલય કરાવા જોઈએ. આ કર્મ = જિનાલય/ અને ક્રિયાનો = કરવા જોઈએ નો ૩૬ મી ગાથા સુધી સંબંધ છે.
मेरु ब्व तुंगाइँ सतोरणाई, विसालसालासबलाणयाई । सोपाण-णाणामणिमंडियाई, माणेक-चामीकरकुट्टिमाइं ॥२८॥
મેરુ જેવાં ઉંચા તોરણવાળા, વિશાળ પટ્ટશાળાયુક્ત, જગતીથી નીકળવાના વારવાળા તેમજ વિવિધ મણિઓથી મંડિત પગથીયા મહારત્ન અને સોનાની ફરસવાળા (ભૂમિનળવાળા).
विचित्तविच्छित्तिविचित्तचित्त, सच्छत्त-भिंगार-स(सु)चामराई । ससालभंजी-मयरद्धइंध, वाउछुयाणेयधयाउलाई ॥२९॥
વિવિધકલા તથા શોભતા ચિત્રવાળા અને જેમાં છત્ર ભંગાર = કળશ (હાથીના મોઢા જેવું નાળચું હોય છે) સ્નાત્ર માં ઉપયોગી ભાજન વિશેષ, તથા સુંદર ચામરો વિદ્યમાન છે. એવા અને પુતળીયો તથા મકરધ્વજનાં ચિહ્ન વાળા, (અહીં કામદેવનું નિશાન કામનાં જય નું સૂચન કરે છે.
આ ઈન્દ્રધ્વજનું વર્ણન ચાલે છે, જેનો દંડ તપીને એકદમ ચોખ્ખા થયેલા અતિશય સુંદર વર્ણવાળા શ્રેષ્ઠ સુવર્ણમાંથી નિર્મિત છે, જેમાં સફેદ ઘજા વસ્ત્ર મંદપવનથી ફરકી રહી છે. એવો દેવોથી ગ્રહણ કરાયેલ મોટો ધ્વજ અરિહંતની નિશાની તરીકે આગળ વધે છે. જગતને જિતવામાં યોદ્ધા સમાન