Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પ્રમાણે જ મને રાજ્ય મળશે. આર્ય જ યોગાયોગ્ય જાણે છે ગુરુ વચનમાં વિચાર કરવાનો ન હોય. કહ્યું છે કે
આચાર્ય મહારાજે એકમુનિને ઉપાશ્રયમાં નીકળેલ ઝેરી સાપ બતાવી કહ્યું કે આ પ્રકારનાં ઝેરી સાપ આંગળીથી માપ અથવા એના મોઢામાં દાંત કેટલા છે ? તે ગણ. ત્યારે શિષ્ય તહત્તિ કહી સાપ પાસે ગયો. સાપ કરડ્યો. આચાર્ય કહે હવે પાછો આવતો રહે. તારાં શરીરમાં રોગ નિવારણ માટે સર્પદંશ જરૂરી છે. માટે આજ્ઞા કરી હતી. ગમે તેવી આજ્ઞા ગુરુમહારાજ કરે પણ શિષ્ય વિચાર ન કરે, અમલ કરે. કારણનાં જાણકાર આચાયોં ક્યારેક કાગડો સફેદ હોય છે. એમ કહે તો તે વચનને તે સ્વરૂપે શ્રદ્ધા કરવી જોઈએ. કે આમ કહેવામાં કોઈ કારણ હોવું જોઈએ. બોલાતા ગુરુવચનને જે વિશુદ્ધ મનવાળો ભાવથી સ્વીકારે છે તે તેને પીવાતી દવાની જેમ સુખ માટે થાય છે. તેથી ચાણકયે જાણ્યું કે આ યોગ્ય છે. આને મારા વિશે ક્યારે પણ ગેરસમજ થશે નહિં. આગળ જતાં ચંદ્રગુપ્તને ભૂખ લાગી ત્યારે વનમાં મૂકી ભોજન લેવા જતાં રસ્તામાં સર્વ અંગે ભૂષિત મોટા પેટવાળો બ્રાહ્મણ આવતાં દેખાયો. ચાણક્ય તેને પૂછયું કેમ કોના ઘેર ભોજન છે? તેણે કહ્યું એક યજમાન ના ઘેર સારુંટાણું છે. જ્યાં બ્રાહ્મણોને ઈચ્છા પ્રમાણે ભોજન અપાય છે. વળી શત્રુ મિત્રનો ભેદભાવ રાખ્યા વિના વિવિધતૂર-ભાત દહિનો કરંબો અપાય છે. તેથી તુ પણ ત્યાંજા તે દાતા અતિભક્તિવાળો છે. તેમાં વળી બ્રાહ્મણોની વિશેષ ભક્તિ કરે છે. એથી તું જા હું પણ અત્યારે જ ત્યાંથી જમીને આવું છું.
ગામમાં જતાં કોઈ ઓળખી જશે તો તેથી એણે હમણાંજ ભોજન કર્યું છે. એટલે ખરાબ નહિં થયું હોય એમ વિચારી તેનું જ પેટ ફાડી પાત્રવિશેષને કરંબાથી ભરી-પડિઓ ભરીને ચંદ્રગુપ્ત પાસે ગયો. તેને જમાડી આગળ ચાલ્યા. રાત્રે એક ગામમાં પહોંચ્યા, ત્યારે ત્યાં ભિક્ષા માટે ભમતા ભમતા મુખ્ય ભરવાડણના ઘેર ગયા.
તે અરસામાં તેણીએ છોકરાઓને તરત ઉતારેલી રાબ થાળીમાં પીરસી. પણ ગરમ હોવાથી હાથ દાઝી જશે એવું નહિં જાણતાં એક છોકરાએ થાળીની વચ્ચે હાથ નાંખ્યો. અને દાઝયો તેથી રડવા લાગ્યો. ત્યારે ભરવાડણ બોલી રે પાપિષ્ટ ! બુદ્ધ ! તું પાગ ચાણક્યની જેમ ઉતાવળીઓ છે/અજ્ઞાની છે. ત્યારે સ્વનામ સાંભળી શું આ મારી વાત તો કરતી નથીને એવી શંકા જાગી; શંકાશીલ બનેલાં ચાણકયે તેણીને પૂછયું ઓ મા ! આ ચાણક્ય કોણ છે? જેની તું ઉપમા આપે છે. તે બોલી હે બેટા ! બુદ્ધિશાળી કોઈ ચાણક્ય