Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૩૨
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સાચો રાજા બનાવું, ત્યારે આર્ય જે આજ્ઞા કરે તે મને પ્રમાણ છે.” એમ બોલતો ચન્દ્રગુપ્ત તેની પાછળ ગયો. બાળકોને તે વૃત્તાંત કહી ચન્દ્રગુપ્તને લઈ નીકળી ગયો. ચાર પ્રકારનાં અંગવાળું સૈન્ય ભેગું કરી ચન્દ્રગુપ્ત ને રાજા બનાવ્યો અને પોતે મંત્રી પદે રહ્યો. એવી રીતે મોટી સામગ્રી ભેગી કરી પાટલીપુત્રમાં ગયો. તેને ઘેરો ઘાલ્યો. તેવું જાણી નંદરાજા સર્વ સામગ્રી સાથે સામે આવ્યો. અને યુદ્ધ થયું.
તેમાં વાગતાં વાજિંત્રનો નાદ થઈ રહ્યો છે. ફેંકાઈ રહેલ બાણોથી ભીષણ બનેલ છે. ત્યાં ભાટચારણો બિરુદાવલી બોલી રહ્યા છે. બાણો આવી રહ્યા છે, સ્વપક્ષનાં નામગોત્રની ઘોષણા થઈ રહી છે, તીણ ભાલાઓ ભંગાઈ રહ્યા છે. તલવારના ઘા પડી રહ્યા છે. તીણ તીર ફેંકાઈ રહ્યા છે. રાજચિહ્નો છેદાઈ રહ્યા છે, કવચ તુટી રહ્યા છે. છત્ર ભોંય પડી રહ્યા છે. ઘણાં માણસો મૃત્યુને પામી રહ્યા છે,
આવું યુદ્ધ થતાં નંદરાજાના લડવૈયાઓએ ચંદ્રગુપ્તના સૈન્યને ભાંગી નાંખ્યું. અને તેઓ પવનથી વાદળાઓ નાશ પામી જાય તેમ ભય વિઠ્ઠલ બનેલાં ચારેકોર ભાગી ગયાં. આવું સ્વરૂપ જોઈ ચંદ્રગુપ્ત અને ચાણક્ય ઘોડે ચઢી એક દિશામાં પલાયન થઈ ગયાં. ઘોડેસવારોએ તેમનો પીછો કર્યો. કોઈ ઓળખી ન જાય માટે ઘોડા મુકી દોડતા દોડતા તળાવની પાળી ઉપર ચડીને દેખ્યું તો એક ઘોડેસવાર તેમની તરફ આવી રહ્યો હતો. તે દેખી વસ્ત્ર ધોતા ધોબીને ચાણકયે કહ્યું કે અરે રે ! જલ્દી ભાગ ચાણક્ય અને ચન્દ્રગુણે પાટલિપુત્રનો નાશ કર્યો, અને નંદના માણસોએ ગોતી ગોતીને પકડે છે. તે સાંભળી ધોબી ભાગ્યો. ચંદ્રગુપ્તને કમલસમૂહમાં છુપાવી દીધો. અને પોતે ધોબીના ઠેકાણે બેસી વસ્ત્ર ધોવા લાગ્યો. જ્યારે ઘોડેસવારે પૂછ્યું કે “ચાણક્ય અને ચન્દ્રગુપ્ત ને જોયા ? તેણે કહ્યું ચાણક્યની તો મને ખબર નથી. પરંતુ ચન્દ્રગુપ્ત તો કમલસમૂહમાં છુપાયો છે. તેણે પણ દેખ્યો. જ્યારે પેલાએ ઘોડો ચાણકયને આપ્યો. ચાણકયે કહ્યું મને તો આનાથી ડર લાગે છે. (આ વાક્ય પણ તેને કોઈ પીછાણી ન જાય તે માટેનું અમોઘ સાધન હતું.) ત્યારે વૃો ઘોડો બાંધી તલવાર એકબાજુમાં મુકી જેટલામાં પાણી માં ઉતરવા વાંકો વળેલો તે સિપાઈ શસ્ત્ર મુકે છે. તેટલામાં તલવાર ઉપાડી ચાણક્ય તેને કાપી નાંખ્યો. અને ચન્દ્રગુપ્તને બોલાવી ઘોડે ચઢીને નાઠા. પણ કોઈ જાણી જશે તો” આવા ભયના કારણે ઘોડો મુકી દીધો. ચાલતા ચાલતા ચાણકયે ચંદ્રગુપ્તને પૂછયું, મેં જ્યારે તને બચાવ્યો ત્યારે તેં શું વિચાર કર્યો હતો ? ચન્દ્રગુણે કહ્યું એ