Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ઉત્તમ આત્મા હોવો જોઈએ. આથી ચાણક્ય કહ્યું હું આના દોહલાને પુરું પણ એક શરત આ ગર્ભ (પુત્ર) મને આપો. સગાઓએ પણ આ સ્ત્રી જીવતી હશે તો બીજા ઘણાં સંતાન થશે. એમ વિચારી તેની વાત માન્ય રાખી. ચાણકયે વચ્ચે સાક્ષી તરીકે માણસોને રાખ્યા. પછી દોહલો પૂરવા વસ્ત્રનો મંડપ બનાવ્યો. પૂર્ણિમાની રાત્રિમાં આકાશમધ્યે ચંદ્ર આવ્યો ત્યારે પટ (વસ્ત્ર) ઉપર છેદ પાડ્યું અને નીચે સર્વરસયુક્ત ખીર દ્રવ્યથી ભરેલ થાળ રાખ્યો. કહ્યું કે હે પુત્રી! તારી ખાતર મેં મંત્રથી ખેંચી આ ચંદ્ર લાવ્યો છે. તેથી હું તેને પી તે પણ હર્ષપૂર્વક ચંદ્ર છે, એમ માનતી જેટલું જેટલું પીએ તેટલુ ઉપર રહેલો પુરુષ વસ્ત્રનાં છિદ્રને ઢાંકે છે. જ્યારે અડધી ખીર પીધી ત્યારે ગર્ભ પરિપૂર્ણ લક્ષણવાળો થશે કે કેમ ? તેની પરીક્ષા કરવા (તે સંશયને દૂર કરવા) ચાણકયે કહ્યું. બેટી આટલી રહેવા દે, બીજા લોકોને આપી દઈએ. પણ તે સ્ત્રીની ઈચ્છા ન હોવાથી કહ્યું કે, બેટી તું પી, લોકો માટે બીજો લાવીશ ! એ પ્રમાણે દોહલો પુરો કરાવીને દ્રવ્ય-ધન મેળવવા ધાતુવિવર (ખાણ) માં ગયો.
ત્યાં અનેક જાતનાં ધાતુવાદનાં પ્રયોગ કરી ઘણું ધન પ્રાપ્ત કર્યું થોડા સમય પછી તે ગર્ભની હકીકત જાણવા ત્યાં આવ્યો. ત્યારે ગામ પાદરે સર્વ લક્ષણવાળો બાલક રાજનીતિ રમતાં જોયો. અને વળી ધૂળમાં દોરેલાં ઘણાં દેશ નગર ગ્રામોની મધ્યે ખાઈ ઝરોખાં, કિલ્લા અને ભવનોથી રચેલાં નગરમાં ધૂળનાં સિંહાસન ઉપર બેઠેલો મંત્રી, સામંત, નગર આરક્ષક, બલવાન, દ્વારપાલ, પુરોહિત, સુભટોનો સમૂહ, ભાંડાગારિક-કોશાધ્યક્ષ, રાજાથી સન્માનિત મારવાડી કોટવાલ, સેનાપતિ, પટાવાળો, ઈત્યાદિથી પરિવરેલો; તેઓને ગામ, આકર, ખાણ દેશ વિ. આપતો; સાર્થવાહ, મહાજન, શેઠ તથા પ્રજાથી વિનવણી કરાતો શ્રેષ્ઠ રાજનીતિ યુક્ત તેને દેખીને ચાણક્ય ઘણો જ સંતુષ્ટ થયો. અને સામે આવીને પરીક્ષા નિમિત્તે એ પ્રમાણે બોલતો પ્રાર્થના કરવા લાગ્યો. તે રાજન્ ! મારા ઉપર મહેરબાની કરીને મને પણ કાંઈક આપો. હે બ્રાહ્મણ! તમને ગોકળું આપ્યા જઈને ગ્રહણ કર. હે રાજન્ ! ગોકળ લેવાં જતાં મને માર પડશે તો. તેણે કહ્યું “વીર ભોગા વસુંધરા” તેનાથી ચાણક્યને ખબર પડી એમાં વિજ્ઞાન અને શૌર્ય પણ છે. તેથી મારાં મનોરથ પૂરવા માટે આ યોગ્ય છે તેથી એક છોકરાને પૂછ્યું આ કોનો છોકરો છે ?
આનું નામ શું છે ? પેલા છોકરાએ કહ્યું મુખિયાની પુત્રીનો પુત્ર છે. પરિવ્રાજકને સોંપાયેલો છે. આનું નામ ચંદ્રગુપ્ત છે. જ્યારે ચાણક્ય ચન્દ્રગુપ્ત ને કહ્યું પોતેજ તે પરિવ્રાજક છે. તેથી હે પુત્ર ! તું મારી સાથે આવ, તને