Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૩૦
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ] મારી. તારા બાપને જેમ ગમે તેમ કરજે. એમ કહી રાજપુરૂષોએ થપ્પડ મારી બહાર કાઢ્યો. નગરથી નીકળી વિચારવા લાગ્યો. હેરાનગતિનાં કારણે કોધને વશ થઈ માન રૂપી પર્વત ઉપર ચઢી અજ્ઞાનરૂપી અંધકારથી વિવેકનેત્ર અંજાઈ (છવાઈ જવાથી મેં આ ભારે પ્રતિજ્ઞા કરી; પણ હવે તો પૂરી કરીએ છૂટકો; સમર્થ માણસે પ્રતિજ્ઞા પાર પાડવી અથવા લડતા લડતા મરી જવું બહેતર છે. પણ કુળમાં જન્મેલાંએ નિકુંરમાણસોનો ત્રાસ ન સહેવો. એમ વિચારતાં તેણે પૂર્વે સાંભળેલા (પિતાએ દાંત ધસી નાંખ્યા પછી ભવિષ્યવાણીરૂપ ઉચ્ચારેલા) ગુરુવચન યાદ આવ્યા. “રાજ્યનો સંપૂર્ણ કારોબાર મારા હાથમાં રહેશે તેવો રાજા હું થઈશ.” તે મહાનુભાવનાં વચનો ક્યારેય બદલાતાં નથી.
કારણ કે- ભલે મેરુ ચૂલિકા ચલિત થાય, સૂરજ પશ્ચિમમાં ઉગે, સમુદ્ર મર્યાદાને તોડે, સ્વર્ગ પણ નીચે પડે, નરક ઉપર થઈ જાય, ચંદ્ર અગ્નિવાલા ને મૂકે તો પણ વિશિષ્ટ જ્ઞાની વડે જે દેખાયું હોય તે બદલાતું નથી.
તેથી કોઈક બિંબની પ્રભાવશાળી શિશુની ગષણા કરું. તે માટે પરિવ્રાજક વેશે નંદરાજાના મોરપોષક ગામમાં ગયો. અને આવકાર મળતાં ગામમુખિયાના ઘેર ગયો. ત્યાં સર્વ માણસો ઉદ્વેગ પામેલા દેખ્યા. તેઓએ ચાણક્યને પૂછયું. તમે કાંઈ જાણો છો. ચાણકયે કહ્યું હું બધું જાણું છું. લોકો કહે-તો ગામમુખિયાની પુત્રીનો ચંદ્રપીવાનો દોહલો પૂરી આપો. કારણ દોહલો પૂર્ણ ન થવાનાં કારણે બિચારીના પ્રાણ કંઠે આવી ગયા છે. તેથી કૃપા કરી મનુષ્યની ભિક્ષા આપો.
ચાણક્ય વિચાર્યું ખરેખર આના ગર્ભમાં મારા મનોરથને પૂરવામાં સમર્થ
મૌર્ય ને ચંદ્રગુપ્ત વિ. ૧૦ પુત્રો હતા. અસૂયાથી ભૂમિગૃહમાં મંત્રણા બહાને લઈ જઈ મૌર્યને પુત્રો સાથે હણ્યો. બચેલા ચંદ્રગુપ્તને મારવા પ્રયત્ન કરવા છતાં બચી જાય છે. દાનશાળામાં રહેલ ચંદ્રગુપ્ત મંદોને ઉખેડવા વિચારે છે, ત્યારે એક બ્રાહ્મણને જોયો. જે દંડનીતિ વિ.માં હોંશીયાર હતો. નીતિશાસ્ત્ર પ્રણેતા ચણકનો પુત્ર હોવાથી ચાણક્ય તરીકે પ્રખ્યાત થયો. (નામ તો વિષ્ણુગુપ્ત હતું.) તેણે ચંદ્રગુમ ઉપર પ્રેમ જાગ્યો. ચંદ્રગુપ્ત નંદ દ્વારા થયેલી પોતાની હેરાનગતિ કહી. ચાણક્ય “નંદરાજ્ય તને અપાવીશ” એમ પ્રતિજ્ઞા કરી. ભૂખ્યો ચાણક્ય નંદોના ભોજન ગૃહમાં પેઠો અને અગ્રઆસને બેઠો. નાનો છોકરો જાણી ત્યાંથી નંદોએ ઉઠાવ્યો, બધા નંદ ધિક્કારવા લાગ્યા. તે ગુસ્સે થયો. ભોજનશાળામાં જ ચોટી બાંધી નંદનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. ચંદ્રગુપ્ત પણ તેની સાથે ચાલ્યો.