Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૨૯ આ (ધન) આવવાથી નહિં રહેલાં પણ ગુણો આવે છે. અને તેનાં જવાથી રહેલાં ગુણો પણ જતાં રહે છે. સર્વગુણ સમૂહ સાથે આ લક્ષ્મી જોડે છે. તેથી તે લક્ષ્મી જય પામો. તેથી સર્વ પ્રકારે ધન પેદા કરવું જોઈએ.
પાટલીપુત્ર નગરમાં નંદ નામે રાજા છે. તે બ્રાહ્મણોને સોનું આપે છે. તેથી હું ત્યાં જાઉં એ પ્રમાણે મનમાં ધારી ચાણક્ય ત્યાં ગયો. દિવ્ય દૈવ યોગે દ્વારપાલોના પ્રમાદથી તે રાજસભામાં પહોંચી ગયો. ત્યાં રાજા માટે તૈયાર થયેલું સિંહાસન જોયું. તેનાં ઉપર બેસી ગયો. એટલામાં સ્નાન કરી સર્વ અંલકારોથી ભૂષિત થઈ તૈમત્તિક સાથે રાજા ત્યાં આવ્યો. ચાણક્યને જોતાં નૈમેરિક બોલ્યો હે રાજન આવાં પ્રકારના મુહૂર્તમાં આ રાજસિંહાસન ઉપર બેઢો જે મુહુર્તમાં તે નંદવંશની છાયાનો તિરસ્કાર કરી સ્થિત થયો છે. (નંદવંશની કાંતિને દબાવીને બેઠો છે.) માટે આને ઠંડા કલેજે સમજાવીને વિનયથી ઉઠાડવો જોઈએ. ત્યારે રાજાએ અન્ય આસન અપાવ્યું અને નોકરે કહ્યું આ તો રાજસિંહાસન છે. માટે ઉઠીને અહીં બેસો. ત્યારે ચાણક્ય વિચાર્યું અને નહિં આપેલા આસન ઉપર બેસવું તે અજુગતું કહેવાય. પણ આસન થી ઉઠી જવું તો સાવ હલકું કહેવાય. એમ વિચારી કહે છે, ભલે, તો અહીં મારી કપ્ટિકા બેસશે (પડી રહેશે) એથી ત્યાં કન્ડિકા મૂકી (નોકરોએ લાવેલા) અન્ય રચેલા સિંહાસન ઉપર ત્રિદંડ, અન્ય ઉપર જનોઈ મૂકી એમ જે જે આસન ગોઠવેલા હતા (આખા) તે ઉપર વસ્તુઓ મૂકી તે સર્વને રોકી નાંખ્યા. તેથી રાજાએ પગથી પકડાવી બહાર ખસેડ્યો.
અપમાનથી ગુસ્સે થયેલા ચાણકયે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી કે ધનભંડાર અને નોકરોથી મજબૂત મૂળિયાવાળા પુત્રો અને મિત્રોથી વિશાળ શાખાવાળું નંદવંશરૂપી મોટા ઝાડને ઉગ્રવાયુ જેવો હું ઉખેડીશ !” જ્યાં સુધી એને ઉખેડીશ નહિ ત્યાં સુધી આ ગાંઠ છોડીશ નહિં.૧ એમ બોલી માથામાં ચોટલીએ ગાંઠ
૧ “મદ્રારાક્ષસ માં” સર્વાર્થ સિદ્ધિ નામે નવકોટિ નો ધની રાજા હતો. રાક્ષસ નામે મહામંત્રી, બે રાણી, સુનંદા મોટી, બીજી ચાંડાલ (શુદ્ર) પુત્રી મુરા નામે હતી. રાજાએ રાણી સાથે ઘેર પધારેલ તપસ્વી ની પૂજા સત્કાર કર્યો. તેનાં પાદ પ્રક્ષાલનનું પાણી બંને પત્ની ઉપર છાંટ્યું. એક ઉપર નવ બિંદુના છાંટા પડ્યા. ભક્તિથી નમેલા મુરાના મસ્તકે એકજ બિંદુ પડ્યું. તેને મૌર્ય નામે પુત્ર થયો.
પહેલીને નવ મોઢાવાળી માંસપેશીઓ નીકળી. રાક્ષસમંત્રીએ તેલમાં રાખી પાલન કરતા નવનંદ થયા. નવને રાજ્ય સોંપી મૌર્યને સેનાપતિ બનાવી રાજાએ ગૃહત્યાગ કર્યો.