Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ] जम्मंतरोवत्तमहंतपुण्णसंभारसंपत्तसुसंपयाए । सुहासएणं परमायरेणं, संकासजीवो णिवसंपई वा ॥३७॥
જન્માંતરમાં ઉપાર્જેલ મોટા પુણ્ય દ્વારા પ્રાપ્ત શ્રેષ્ઠ લક્ષ્મીથી તેમજ શુભ આશયથી અને પરમ આદરથી સંકાશ શ્રાવક કે સંપ્રતિ રાજાની જેમ જિનભવનો બનાવવા જોઈએ. | |
જેથી કહ્યું છે કે – હું જિનાલય બનાવીશ તો અહિં પરમાત્માના દર્શન વંદન માટે પુણ્યશાળી, ઐશ્વર્યાદિવાળા, ગુણરત્નના ભંડાર, મહાસત્વશાળી એવાં સાધુઓ આવશે. તો મને પણ તેઓશ્રીનાં દર્શન વંદનનો લાભ મળશે.” આવી શુભ ભાવનાથી જિનાલય બનાવવું જોઈએ. પણ અશુભ ભાવથી ન બનાવવું કારણ કે સંક્ષિણ ચિત્તવાળો, ધર્માનુષ્ઠાન કરવાં છતાં તેનાં ફળને મેળવી શકતો નથી.
ઉપદેશપદમાં કહ્યું છે ... અશુભ આશયવાળાને તપ, સૂત્ર, વિનય, પૂજા રક્ષણ માટે થતાં નથી. જેમાં ક્ષપક, આગમરત્ન, વિનયરત્ન અને કુંતલાદેવી જેવા ઉદાહરણો પ્રસિદ્ધ જ છે.
અશુભમનવાળો જે પુણ્ય (ધર્મ) કરે છે. તે દોષ કરનારું બને છે. જેમાં નવા તાવમાં આપેલ સારી દવા નુકશાન કરે છે તેમ. તેમજ સર્વ કિયા આદરપૂર્વક કરવી જોઈએ. અનાદરથી કરાતું ઈહલોક સંબંધી કાર્ય પણ ફળ આપવા સમર્થ બનતું નથી. તો પછી પરલોકમાં સુખકારી એવાં ધર્મ અનાદરથી કરીએ તો ક્યાંથી ફળ આપનાર બને ?
સંકાશ શ્રાવક અને સંપ્રતિરાજાના કૃત્યનો ભાવાર્થ જાણવાં; તેની કથા કહે છે.
‘સંકાશ શ્રાવક કથા’
આજ જંબુદ્વીપમાં નગરી યોગ્ય અનેક ગુણોથી ભરેલી ગંધિલાવતી નામે નગરી છે. તેમાં સમકિત સાથે બાર વ્રત ને સ્વીકારનાર, જીવાદિ પદાર્થને જાણવાવાળો, સર્વજ્ઞભાષિત અનુષ્ઠાનમાં રક્ત, સુસાધુઓનો ભક્ત, જેનાં શરીરમાં રોમેરોમે જિનશાસન વસેલું છે. સુપાત્ર દાન દેવામાં મશગુલ, શત્રુમિત્રને સરખા ગણનારો જિનવંદન પૂજામાં આસક્ત, એટલે કે સર્વ ગુણ સમુદાયનો આધાર, એવાં પવિત્ર મનવાળો સંકાશ નામે શ્રાવક છે.