Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૧૭ વગેરે જેટલું ફળ મેળવ્યુ હતુ. તેટલું જ ફળ તેમના ગુણોની અનુમોદનાથી મળે છે. આશય શુદ્ધ હોવો જોઇએ. (૧૩૦)
ચ શબ્દ દેશી હોવાથી અપિ અર્થમાં આવેલ છે, તેના લીધે આવો અર્થ નીકળે છે કે અન્ય પ્રતિષ્ઠિત પ્રાચીન જિનબિખોની પણ વિશેષરીતે પૂજા કરવી જોઈએ. કારણ નવીનબિંબ કરવા કરતાં જીર્ણ થતાં બીજાએ ભરાવેલ બિંબને પૂજવામાં ઘણો લાભ છે. તેમની પૂજાજ કરવી એટલું નહિ પણ તેમનું રક્ષણ તેમજ વર્ધન - વ્યવિશેષ થી નિર્મલ બનાવવા તેમજ દેવદ્રવ્યની રક્ષા વૃદ્ધિ કરવી.
દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, ઉપેક્ષા કરવી, પ્રજ્ઞાહીનતાથી અન્યખાતામાં ખતવી દેવું વિ. દોષનું વર્જન કરવું તે દેવદ્રવ્યનું રક્ષણ.
ઉપદેશપદમાં - ચૈત્યદ્રવ્ય રક્ષણનું આ પ્રમાણે ફળ કહ્યું છે. જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર જ્ઞાન દર્શન ગુણોને દીપ્ત કરનાર એવા જિનદ્રવ્યનું રક્ષણ કરનાર પરિમિત સંસારવાળો થાય છે.
જિનપ્રવચનવૃદ્ધિ - એટલે તેની સત્તાન પરમ્પરાને અવિચ્છિન્ન ચલાવનાર હોવાથી, મુડી હોય તો વંશજે મંદિર સુધારી/સમારી શકે અને દર્શન વંદનથી જિનધર્મમાં જ રત રહે, નહિતો મંદિરના અભાવે અન્ય ધર્મી પણ થઈ જાય. તે દ્રવ્યનો નાશ કરવામાં મહાન દોષ થાય છે.
કહ્યુ છે કે - દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો જે મૂઢમતિ ભક્ષણ કરે છે તે ધર્મને નિ:સ્પૃહતા નામના ધર્મને અને તેનાં ભક્ષણથી કેવું ફળ ભોગવવું પડશે તે જાણતો નથી. અથવા તેણે પહેલાંજ નરકાદિનું આયુષ્ય બાંધેલુ હોય છે. શ્રાવકે તો શું સાધુએ પણ તેનાં વિનાશમાં ઉપેક્ષા નહિ કરવી જોઈએ.
જેથી ઉપદેશ પદમાં કહ્યું છે કે...
સ્વપક્ષ કે પરપક્ષ દ્વારા મંદિરનો નાશ થયો હોય કે મંદિર માટે ઉપયોગી કાષ્ઠ, ઉપલેપ (સિમેન્ટ-ચુનો) વિ. ઉપયોગી દ્રવ્ય બે પ્રકારનું હોય છે. નવીન અને લાવ્યા પછી ઉખાડી નાંખેલું અથવા થાંભલા કુંભી વગેરે મૂલ ઉપયોગી દ્રવ્ય છે. અને છત વિ. ઉત્તર ઉપયોગી દ્રવ્ય સમજવું. તેનો નાશ થતો હોય તેની ઉપેક્ષા કરે તો સાધુ અનંત સંસારી થાય છે. - સાધ્વીના શીલનો ભંગ કરવો, સૈયદ્રવ્યનો વિનાશ, પ્રવચન ઉડાહ અને ઋષિઘાત આ ચાર સમકિતનાં મૂળિયાને બાળવામાં અગ્નિ સમાન છે. અને મૂલ પ્રાયશ્ચિત્તના હેતુ છે.