Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૧૫ નન્દીન ઘોષથી દિશાઓ પૂરી સદ્ગણનું પાત્ર એવું સ્નાત્ર જિનેશ્વરનું કરો.
પઈઠ - પ્રતિષ્ઠા પૂર્વે કહેલ વિધિથી ભરાવેલ પ્રતિમાઓની આકાર શુદ્ધિ કરી સ્નાત્રપૂર્વક મન્ત્રાદિનો ન્યાસ કરવો. બલિ - વિવિધ નૈવેદ્યરૂપ બલિ પ્રભુ આગળ મુકવું. યાત્રા - જિનકલ્યાણકભૂમિમાં જવું.
કહ્યું છે કે - જિનેશ્વરને ઉદ્દેશીને જે યાત્રા મહોત્સવ કરાય. તે જિનયાત્રા કહેવાય. તે યાત્રા દરમ્યાન દાનાદિ કરવાનું વિધાન છે.
યથાશક્તિ દાન, ઉપધાનતપ, શરીર શણગાર, ઉચિતગીત, વાજિંત્ર, સ્તુતિ સ્તવન નાટક ઈત્યાદિ કરવા. યાત્રાના પ્રસ્તાવે આ સર્વ તે રીતે કરવું, જોઈએ. જેમ જિનશાસનનાં અગ્રણી ગુરુદેવવટે રાજા જોવા યોગ્ય અને શિખામણ આપવા યોગ્ય બને. એટલેકે રાજા પણ ગુરુદેવના દર્શને આવે અને ઉપદેશ સાંભળે
- જેમ પંચાશક ગ્રન્થમાં કહ્યું છે કે હે મનુષ્ય શિરોમણિ ! મનુષ્ય રૂપે બધા મનુષ્યો સમાન હોવા છતાં કોઈ જીવ પુણ્ય કર્મના ઉદયથી મનુષ્યોનો સ્વામી રાજા બને છે. આ જાણીને ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧૨)
લોકોનાં ચિત્તને કરનારી મનુષ્ય અને દેવલોક સંબંધી સઘળી સંપત્તિનું કારણ ધર્મ છે. (આનાથી ધર્મનું સાંસારિક ફળ બતાવ્યુ.) અને ધર્મજ સંસારરૂપ સાગરને તરવા માટે જહાજ સમાન છે. (આનાથી ધર્મનું મોક્ષ ફળ બતાવ્યું.) (૧૨૧:).
સર્વે કોઈનું ઉચિત કાર્ય હરવાથી શુભ ( પુણ્યના અનુબંધવાળો) ધર્મ થાય છે. જિનયાત્રા વડે વીતરાગ સંબંધી ઉચિત કાર્ય કરવાથી શ્રેષ્ઠ શુભ ધર્મ થાય છે. કારણ કે વીતરાગ સમસ્ત જીવોથી અધિક ગુણોવાળા યાત્રાનો વિષય :- (= વીતરાગ) પારમાર્થિક છે. અર્થાત્ યાત્રા નો વિષય વીતરાગ સર્વ જીવોથી અધિક ગુણવાળા હોવાથી સર્વોત્તમ છે. (૧૨)
જિનનાં જન્મ આદિ પ્રસંગે બધા જીવો સુખી જ હતા આનંદમાં જ હતા. તેથી હે મહારાજ! હમણાં પણ જિનયાત્રા માં અમારીનું પ્રવર્તન કરાવીને બધા જીવોને અભયદાન આપવા દ્વારા સુખી કરો. (૧૨૩).
આચાર્ય ન હોય અથવા આચાર્ય હોય પણ રાજાને મળવા આદિ માટે સમર્થ ન હોય તો શ્રાવકોએ પણ રાજકુલમાં પ્રસિદ્ધ રીત-રિવાજ મુજબ રાજાને મળવું અને (સમજાવીને) તેની પાસે જીવહિંસા બંધ કરાવવી. જો (સમજાવવાથી) રાજા આ કાર્ય કરવા ન ઈચ્છે તો તેને ધન આપીને પણ આ કાર્ય કરાવવું. (૧૨૪)