Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૧૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હવે તે કેવો બને તે જણાવે છે. भवे पुणोऽसेससुहाण ठाणं, महाविमाणाहिवई सुरेंदो । तओ चुओ माणुसभोगभागी, रायाहिराया व धणाहिवो वा ॥२४॥ कलाकलावे कुसलो कुलीणो, सयाणुकूलो सरलो सुसीलो । सदेवमच्चा-ऽसुरसुंदरीणं, आणंदयारी मण-लोयणाणं ॥२५॥
જિનપૂજા કરનાર આલોકમાં બધા સુખોનું ભાજન બને છે. અને પરલોકમાં મહાવિમાનાધિપતિ સુરેન્દ્ર થાય છે. ત્યાંથી ચ્યવી મનુષ્ય સુખનો ભોગી ચક્રવર્તી રાજા કે ધનાધિપતિ બને; સાથોસાથ કલાકલાપકુશળ, ઉત્તમ કુલવાળો, સ્વજનોને અનુકૂલ સરલસ્વભાવી, સુશોભન સ્વભાવવાળો, દેવ મનુષ્ય-ભવનપતિ વિ. ની સ્ત્રીઓને તેમજ મન અને ચક્ષુ ને આનંદકારી થાય છે. સુરાસુરની દેવીઓને આનંદ આપનાર તરીકે ભરત ચકીનું દષ્ટાન છે. જેમ ભરત ચકી ગંગાદેવીને આનંદ દાયક બન્યા. અનુરાગને પરવશ થયેલી ગંગાદેવી સાથે રતિસુખ ભોગવતા તેણીનાં ભવનમાં ઘણો કાળ વ્યતીત કર્યો.
તેમજ સ્ત્રી રત્નાદિ અન્ય રાણીઓને પણ આનંદ આપતો ઉદારભોગથી પ્રાપ્ત લક્ષ્મીને ભોગવે છે. કેમકે તે ભારતના જીવે પૂર્વભવમાં રોગથી પીડિતથતિનો રત્નકંબલ, ગોશીર્ષ ચંદનથી ઉપચાર કર્યો હતો. રત્નકંબલના વેચાણમાંથી દેરાસર બનાવ્યું હતું. તેમ જિનબિમ્બ ભરાવી સ્થાપના કરી (ગાદીનશીન) કરી અને તેમની ભક્તિ કરવા દ્વારા જીવ અનુપમ ફળને મેળવે છે. એટલે સુખની પરંપરાને પેદા કરનાર એવું અતુલ ફળ પ્રાપ્ત થાય છે, તેમ તમે સમજો, જાણો. | ૨૪ મે ૨૫ છે
- એમ જિનબિમ્બને ઉચિત કાર્ય-પૂજાદિ કરવાનું જે ફળ મળે તે બતાવી હવે ઉપદેશ આપવા સાથે પ્રકરણનો ઉપસંહાર કરે છે.
कारेज तम्हा पडिमा जिणाणं, पहाणं पइट्ठा बलि पूय जत्ता । अण्णच्चयाणं च चिरंतणाणं, जहारिहं रक्खण वद्धणं ति ॥२६॥
ગાથાર્થ :- જિનેશ્વરની પ્રતિમા ભરાવવી, તેમની પૂજા, બલિયાત્રા, અભિષેક પ્રતિષ્ઠા કરાવવી અને અન્ય ભરાવેલી પ્રાચીન પ્રતિમાઓનું યોગ્યરીતે રક્ષણ અને વધન (નિર્મલ) કરવું.
પ્રતિમા ભરાવ્યા પછી સ્નાત્ર વિ. કરવું. કહ્યું છે કે... ગાન્ધર્વ નૃત્ય સાથે