Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૧૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જીવહિંસાથી જીવનારા માછીમાર આદિને પણ જેટલા દિવસ મહોત્સવ હોય તેટલા દિવસ પ્રેમ ઉત્પન્ન કરે તેવાં (મીઠાં) વચનો કહેવા પૂર્વક ઉચિત અન્નાદિનું દાન આપવું. અને જિનયાત્રામાં જીવહિંસા બંધ કરવાથી તમને પણ ધર્મ થશે. વિ. શુભ ઉપદેશ આપવો.
અહીં હિંસક જીવોને પણ દાન આપવાનું કહીને ધર્માર્થી જીવોએ પરના સંતાપનો ત્યાગ કરવો. (= પરને સંતાપ થાય તેમ ન કરવું.) એ કલ્યાણકારી છે એમ સૂચન કર્યું છે. (૧૫)
- હિંસકોને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવવાથી લોકમાં જૈન શાસનની પ્રશંસા થાય છે. અને એથી કેટલાક લઘુકર્મી જીવોને સમ્યગ્દર્શનનો ઉત્તમ લાભ થાય છે. કેટલાક જીવોને સમ્યગ્દર્શન ના બીજની (=જિનશાસન પક્ષપાત રૂપ શુભાધ્યવસાયની) પ્રાપ્તિ થાય છે. (૧૬)
કારણ કે જિનશાસન સંબંધી (=જિનશાસન માં રહેલાં) ગુણનો ભાવ પૂર્વક (જૈનો ઉદાર હોય છે માટે જૈનધર્મ ઉત્તમ છે ઈત્યાદિ ભાવથી) અલ્પ પાગ સ્વીકાર થાય તો તે સમ્યગ્દર્શનનું બીજ-કારણ બને છે. આ વિષયમાં ચોરનું ઉદાહરણ છે. આ ઉદાહરણ સાતમા પંચાશકની આઠમી ગાથામાં કહેવાઈ ગયું છે. મુનિની પ્રશંસા કરનાર ચોર બોધિબીજ પામ્યો અને ઉદાસીન રહેનાર ચોર બોધિબીજ પ્રાપ્ત ન કરી શક્યો. (૧૨૭)
આચાર્ય અને શ્રાવક બંને રાજાને મળીને હિંસા બંધ કરાવવા સમર્થ ન હોય તો તે બંનેએ રાજાને મળીને હિંસા બંધ કરાવવાના સામર્થ્યવાળા પૂર્વના મહાપુરૂષો ઉપર આંતરિક બહુમાન કરવું. (૧૨૮)
જેમકે- પૂર્વના તે મહાપુરૂષો ધન્ય છે. પ્રશંસનીય છે જેમણે જિનયાત્રામાં રાજાદિને ઉપદેશ આપીને હિંસા બંધ કરનારાઓને દાન આપવા પૂર્વક હિંસા બંધ કરાવી હતી. (૧૨)
અમે તો જિનયાત્રાદિ કાર્યો શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવા અસમર્થ હોવાથી અધન્ય છીએ- પ્રશંસનીય નથી. હા હજી અમારા માટે એટલું સારું છે કે અમે ધર્મ પ્રધાન તે મહાપુરૂષોના સુખ આપનાર આચરણનું બહુમાન (પક્ષપાત) કરીએ છીએ. અને એથી એટલા પૂરતા ધન્ય છીએ. (૧૩૦)
ઉક્ત રીતે બહુમાન (-પક્ષપાત) કરવાથી તે મહાપુરૂષોનાં ગુણોની અવશ્ય અનુમોદનાં થાય છે. ગુણોની અનુમોદનાથી પૂર્વ મહાપુરૂષોનાં આચરણ સમાન જ કર્મક્ષય વગેરે ફળ મળે છે. અર્થાત્ તે મહાપુરૂષોએ આચરણ કરીને કર્મક્ષય