Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૦૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ જોઈ સહસા ભક્તિવશ રોમાશિત થયેલી ધન્યા પ્રભુનાં ચરણે પડી અને વિનંતિ કરવા લાગી હે નાથ ! તારા ગુણોને અને વંદનવિધિને હું જાણતી નથી. પણ તારી ભક્તિનું ફળ મને મળો. તેણીએ વિચાર્યું કે સ્નાનપૂર્વક પૂજા કરીને વંદન કરું તો સારું. પણ અમારા જેવા કમભાગીને પુષ્પાદિ સામગ્રી ન હોવાથી આ આશા કેવી રીતે પુરી થાય ? એમ વિચારતાં તેના મનમાં જંગલમાં દેખેલા સફેદ કમલપત્રો સ્કૂર્યા. (એટલે તે પત્રો તેને યાદ આવ્યા) કાલે વિધિથી પૂજા કરીશ. એમ અધૂરાં મનોરથવાળી પતિ પાસે ગઈ. તેને પૂછયું આટલો બધો સમય કેમ લાગ્યો. તેણીએ કહ્યું મેં કોઈ દેવનું અતિ અદ્ભૂત બિમ્બ જોયું. તેને જોતાં આટલો સમય સરકી ગયો. તેથી તમે ત્યાં જઈને વાંદીને નિજનયન, જન્મ અને જીવનને સફળ કરો !
ત્યારે તે કઠિયારો કહે છે પાપિણિ ! આપણો સંધ્યાકાળ થઈ ગયો છે અને તું માથું ખાય છે. એમ કહી લાકડાનો ભારો ઉપાડ્યો નગરમાં ગયા. બીજા દિવસે નવો (વાટકો) કળશ લાવી નદીની રેતીમાં છુપાવી જંગલમાં ગઈ. પાછા ફરતાં વસ્ત્રાન્નલમાં પુષ્પો ગ્રહી વિસામો લેવા ત્યાં આવ્યા. અને ધન્યાએ કહ્યું કે નાથ ! ચાલો આપણે દેવને વાંદવા જઈએ. જુઓ મેં આ કમલપત્રો લાવ્યા છે. અને આ સામે નદીનું પાણી રહ્યું. તેથી સ્નાન કરી દેવને પૂજીને વંદન કરીએ. કારણ કે આવા દેવની પૂજાદિ આલોક અને પરલોકમાં કલ્યાણ કરનાર થાય છે. તેણે કહ્યું અરે નિર્ધક્ષણા! શું મને પણ તારી જેમ ગ્રહો લાગ્યા છે ? આવું સાંભળી તે બોલી તમને એવું લાગે તેવું બોલો અને કરો ! પણ હું તો દેવના ચરણયુગલ વાંઘા પહેલાં આવીશ નહિં, આ મારો નિર્ણય છે. તેણીનો નિશ્ચય જાણી તેણે કહ્યું તને જે ગમે તે કર. ત્યારે ધન્યા ચાલી નદીમાં ચરણ કમલ પખાળ્યાં, પાણીનો કળશ (લઘુઘટ) ભયોં. દેવગૃહમાં પ્રતિમાનો પ્રક્ષાલ કર્યો. પૂજા કરીને પૂર્વકમથી વાંઘા. ત્યાર પછી ભગવાનને હૃદયમાં વહન કરતી સ્વસ્થાને ગઈ. એ પ્રમાણે દરરોજ કરવા લાગી.
એક વખત પૂર્વકર્મ દોષથી તેનાં શરીરમાં ભારે રોગ થયો. પીડા ભોગવતાં તે ચિંતા કરવા લાગી કે હું તો કમભાગી છું કે જેથી આજે દેવને વાંદવા જઈ શકતી નથી. આવી પરિસ્થિતિમાં મારું શું થશે. તે હું જાણી શકતી નથી. તેથી હવે આલોક અને પરલોકમાં મારે તેજ ભગવાન્ શરણભૂત છે.
એમ ધ્યાન ધરતી મરીને આ હું તમારી પુત્રી તરીકે જન્મી છું. આજે વળી આ જિનેશ્વરનું બિમ્બ જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેના કારણે