Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૦૩) બિમ્બ એટલે પ્રભુની પ્રતિમા, ચેઈઅ એટલે પ્રતિમાના આધારભૂત ભવન, પુસ્તક આગલનો ચકાર અહિં પણ અવધારણ માટે લેવાનો છે. તેથી આ ત્રણે જિનેશ્વર સંબંધી જ લેવાના નહિ કે શાક્યાદિ સંબંધી; સાહૂ સક્રિયાદિ ગુણ સંયુક્ત મુનિ ભગવંતો.
કહ્યું છે કે - જે સક્રિયામાં પ્રવૃત્તિવાળો (હોય) ધર્મ ધ્યાનમાં રુચિવાળો હોય. તેને સજજનો સાધુ કહે છે. તાદશ ગુણવાળી સાધ્વી, આજ્ઞારુચિવાળો શ્રાવક, તેમજ સદા યતિઓ પાસે સામાચારીને સાંભળે તે શ્રાવક તેવીજ શ્રાવિકા હોય. તેઓ માટે કહેવાતી રીત પ્રમાણે ઉચિત આચરવું. તે ૧૭ II
જેવો ઉદ્દેશ તે પ્રમાણે નિર્દેશ, આ ન્યાય આશ્રયીને જિનપ્રતિમાસંબંધી જે પ્રથમ કરવાનું કહ્યું છે, તેનું બે ગાથા વડે પ્રતિપાદન કરે છે.
જિન વિમળ નામનું પ્રથમ સ્થાન
વને નીર્જ-કંજા-ચંદ્રજંત-ર્દૂિ-
વંશય-વિધુમi | सुवण्ण-रुप्पा-ऽमलफालियाण, साराण दव्वाण समुभवाओ॥१८॥ महंतभामंडलमंडियाओ, संताओ कंताओ मणोहराओ । भव्वाण णिव्वाणणिबंधणाओ, णिम्मावएज्जा पडिमा वराओ॥१९॥
ગાથાર્થ - વજ, હીરા, ઈન્દ્રનીલ, નીલવર્ણવાળા મોટા રત્ન, અંજન, કાજળ જેવી શ્યામ કાંતિવાળા રત્ન, ચંદ્રકાન્ત = ચન્દ્રનાં કિરણો પડતા જેમાંથી પાણી ટપકે છે એવા મણિ, રિષ્ટ = કુપગરત્ન, એકરત્ન, છેતરત્ન, કર્કેતન, પીતરત્ન, વિદ્યુમ-પરવાલા, સોનું રૂપુ, નિર્મલસ્ફટિક તથા અન્ય પણ ઉત્તમદ્રવ્યોની થયેલી તેમજ વિશાળ ભામંડલ થી શોભિત શાંત દીતિવાળી મનોહર, ચિત્તને આનંદદાયક, ભવ્યજીવોના મોક્ષનાં કારણભૂત આવી ઉત્તમ પ્રતિમાઓ (ગૃહસ્થે) ભરાવવી જોઈએ.
વિશેષાર્થ :- શાન્તા એટલે રાગદ્વેષનું સૂચન કરનારા સ્ત્રી, હથિયાર વિ. ચિહ્નોરહિત હોય તેવી પ્રશાના આકૃતિવાળી, પ્રતિમા ઉપર દ્રષ્ટિ નાખતાં આપણાં રાગ દ્વેષ મંદ પડી જાય.
કહ્યું છે કે - પ્રસન્ન લક્ષણવાળી, સર્વ આભરણોથી શોભિત પ્રતિમાઓ