Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૧૦૫
ભ્રમર સમૂહના ગુંજનથી શબ્દમય બનેલા, પરાગવાળા અને જલકણ થી શોભિત એવા પુષ્પોથી રોમાશ્રિત શરીરવાળા, પુણ્યશાળીઓ આદરપૂર્વક હંમેશા જિનબિમ્બને પૂજે છે.
જાયફળ, ઈલાયચી, ચંદન વિ. ના ચૂર્ણથી બનેલો હોવાથી સ્પષ્ટ ગંધવાળા, કપૂરનાં પાણીથી અધિવાસિત એવાં વાસક્ષેપથી પુણ્યશાળીઓ જિનેશ્વરને પૂજે છે. પૂજાનાં ઉત્તમ સાધનોથી ઉત્તમભાવ જાગે છે. અને સજ્જન પુરુષોને આ ઉત્તમ દ્રવ્યોનો આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ સુન્દરતર ઉપયોગ નથી. જો સુગન્ધિત પુષ્પોનો અભાવ હોય કે ખરીદવાની શક્તિ ન હોય તો યથાસંભવ દ્રવ્યથી કરાતી પૂજા પણ ગુણકારી થાય છે.
...
કહ્યું છે કે સફેદ કમલના પત્રોથી અને નદીનાં પાણીથી જિનેન્દ્રની પૂજા કરવાથી ‘ધન્યા' કલ્યાણ પરંપરાને પામીને મોક્ષમાં ગઈ. આ કથા મુગ્ધજનોને પૂજામાં ભાવ પ્રકર્ષ પ્રતિપાદન હેતુથી લખાય છે.
વધારે કરવાના
-
ઘન્યાખ્યાનક
આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં મહોદયા નદીની નજીકમાં શ્રીવર્ધન નામે નગર છે. ત્યાં ગર્વિષ્ઠ શત્રુરૂપી મત્ત હાથીનાં ગંડસ્થલને ભેદવામાં સમર્થ પ્રકૃષ્ટ હૃષ્ટપુષ્ટ સિંહ સમાન શ્રીવર્સ નામે રાજા છે.
તેને સઘળાં અંતપુરમાં પ્રધાન, રતિનાં રૂપ લાવણ્યનો તિરસ્કાર કરનારી, શ્રીકાંતા નામે મહાદેવી પટ્ટરાણી છે. જન્માંતરમાં ઉપાર્જિત પુણ્ય પ્રકર્ષથી પ્રાપ્ત વિશિષ્ટ વિષયસુખ અનુભવતાં તેઓનો સમય સરકી રહ્યો છે.
એકવાર રાણીએ ફળફુલથી શોભિત અને પોતાની કાંતિથી સર્વ વનલતાઓને જેણે ઝાંખી પાડી દીધી છે એવી કલ્પલતાને સ્વપ્નમાં દેખી અને જાગી. વિધિપૂર્વક રાજાને સ્વપ્ન કહી સંભળાવ્યું. રાજાએ કહ્યું કે હે દેવી ! તારે સર્વ સ્રીઓમાં પ્રધાન અને ત્રણ લોકનો ઉપકાર કરનારી પુત્રી થશે.
દેવી પણ એ પ્રમાણે હો ! એ રીતે સ્વપ્નફળ ને અભિનંદીને સ્વસ્થાને ગઈ. તે દિવસથી માંડીને વૃદ્ધિ પામતાં ગર્ભવાળી જિનપૂજા, જિનાભિષેક, ઈત્યાદિ દોહલાં જેનાં પૂરાઈ રહ્યા છે એવી રાણીએ સમય થતાં પુત્રીને જન્મ આપ્યો. અને પોતાની પ્રભાજાલથી તે પ્રદેશને ઉદ્યોદિત કરતી પુત્રીને જોઈ રાજાને પુત્રી જન્મનું નિવેદન કર્યુ. રાજાએ પણ યથોચિત રીતિરિવાજ કરીને