Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૧૦૪
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જોવાથી જેમ જેમ મન આનંદ પામે તેમ તેમ નિર્જરા થાય છે એમ તું જાણ.
જેમ વાદળાઓ જોઈ મોર આનંદથી નાચી ઉઠે છે. તેમ જિનેશ્વરનાં મનોરંજન પ્રશાન્ત બિમ્બ દેખીને ભવ્યજીવો આનંદ ભરપૂર બને છે. જે ૧૮. | ૧૦ |
ગૃહસ્થ આવી પ્રતિમા કોની ભરાવવી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર શ્લોકનું પૂર્વાર્ધ રજૂ કરે છે.
जिणेंदचंदाण णरेंद-चंद-नागेंद-देवेंदऽभिवंदियाणं ।
જિર્ણોદ = નરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ વિ. ચંદ્ર જ્યોતિષી ઈન્ટો નાગેન્દ્ર ભવનપતિ દેવોના ઈન્દો, આ સર્વ વડે નમસ્કાર કરાયેલ જિનેન્દ્ર ચંદ્રની પ્રતિમાઓ ભરાવવી! અવધિજિન વગેરે જિન છે, તેઓના ઈન્દ્ર સામાન્ય કેવલી પણ છે તેઓમાં શ્રેષ્ઠ દર્શાવા માટે “જિનેન્દ્ર-ચંદ્ર' આવું પદ મૂક્યું છે. કહ્યું છે કે... સુર અસુર જ્યોતિષી, વાણવ્યંતર, વ્યંતર, વિદ્યાધર, અને માણસોનાં જેઓ સ્વામી છે. તેઓ ભક્તિ સમૂહ થી પૂર્ણ બનીને જિનેન્દ્રચંદ્ર પરમાત્માઓને નમસ્કાર કરે છે
પોતે અથવા બીજાએ કરાવેલી તે પ્રતિમાઓનું શું કરવું જોઈએ. તે માટે ઉત્તરાર્ધ રજૂ કરે છે.
कुज्जा महग्घेहिँ महारिहेहिं, अट्ठप्पगारा पडिमाण पूया ॥२०॥
મહબ્બેહિ - મહામૂલ્ય, મહારિહેહિ- ગૌરવશાળી વિશેષ પ્રકારે ઉચિત એવાં દ્રવ્યોથી અષ્ટપ્રકારે પ્રતિમાની પૂજા કરવી જોઈએ. | ૨૦ ||
તે અષ્ટપ્રકારની પૂજાનું પ્રતિપાદન કરવા ગાથા કહે છે. पुप्फेहिँ गंधेहिं सुगंधिएहिं, धूवेहिं दीवेहिँ य अक्खएहिं । णाणाफलेहिं च घएहिँ णिचं, पाणीयपुण्णेहि य भायणेहिं ॥२१॥
સુગન્ધિત પુષ, સુગન્ધિતગન્ય, ચન્દન વિ. ધૂપ, દીપ, અક્ષત, વિવિધફળ, ઘી, જલપૂર્ણ પાત્ર, કળશ વિ. થી પૂજા કરવી જોઈએ.
કહ્યું છે કે સ્વચ્છ, વિકસિત તેમજ જેમાંથી ઘાણી સુગંધ નીકળી રહી છે એવાં. ગૂંથણી ના સૌન્દર્ય થી રમ્ય, તેની ગંધમાં લુબ્ધ બનેલાં ભમતાં