Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સૂરીએ અન્યત્ર વિહાર કર્યો.
રાજાએ ચામુંડાની મોટી યાત્રા પ્રારંભી. રાજાએ સર્વ મલ્લોને આવવાની આજ્ઞા કરી. ત્યારે મલ્લોએ રંગાયણને કહ્યું ચાલો તૈયાર થાઓ; આપણે યાત્રાએ જઈએ. તેણે કહ્યું તમે જાઓ મારે નથી આવવું. તેઓ બોલ્યા અમે પણ ન જોઈએ. ત્યારે ગાગાભિયોગ જાણી ઈચ્છા વિના તેમની સાથે ગયો. અને નૃત્ય કર્યું. તેથી રાજા ઘણો જ ખુશ થયો. અને રંગાયાણને કહ્યું તને જે ગમે તે માંગ. જો આમ જ હોય તો તે પૃથ્વીધર ! જાવજીવ મને અન્યતીર્થે ન લઈ જવો. રાજાએ હા પાડી. ઘેર જઈ કલંક રહિત ધર્મનું પાલન કરી અંતે અનશન કરી એકાવતારી પહેલાં દેવલોકે દેવ થયો.
“રંગાયણ મલ કથા સમામ” હવે બળાભિયોગ નો આગાર બતાવે છે..
બળ એટલે બલાત્કારે કોઈ બલવાનું કાંઈક કામ કરાવે તો અતિચાર ન લાગે. એના વિષે જિનદેવની કથા કહે છે....
જિનદેવની કથા’
આ ભરતક્ષેત્રમાં શંખવર્ધન નામે ગામ છે. ત્યાં શ્રાવકકુલમાં જન્મેલો જીવાદિ તત્વમાં વિચક્ષણ સામાયિક વિ. અનુષ્ઠાન માં નિરત મેરુની જેમ નિશ્ચલ સમકિતવાળો, જિનદેવ નામે શ્રાવક છે.
તે કોઈના પણ આગ્રહથી ધર્મવિરુદ્ધ આચરણ કરતો નથી. તેણે ક્યારેક બીજા ગામ ભણી પ્રયાણ કર્યું. રસ્તામાં મહામિથ્યાત્વી પોતાનો સાળો મહેશ્વરદત્ત મળ્યો. તેને કહ્યું હે જિનદેવ ! ક્યાં જાઓ છો ? પુત્રી લેવા વસંતપુર જાઉં છું. જિનદેવે જવાબ વાળ્યો. તો ચાલો હું પણ ત્યાં જ જાઉં છું. બન્ને સાથે જતાં રસ્તામાં ધર્મ ચર્ચા થઈ. જિનદેવે તેને નિત્તર કર્યો. તેથી મહેશ્વરદત્તને માઠું લાગ્યું. આગળ જતાં મહાનદીના તટે એક લૌકિક દેવકુલને દેખીને મહેશ્વરે કહ્યું કે આ સ્વયંભૂનું મંદિર પરમતીર્થ છે. તેથી ચાલો વંદન કરીએ. જિનદેવે કહ્યું હું તો થાકી ગયો છું. માટે અહિં આરામ કરું છું. ત્યારે તેનો અભિપ્રાય જાણીને આનું વ્રત ભંગાવું. એમધારી મહેશ્વરદત્તે મહાબળથી બાહુ થી પકડી ત્યાં લાવ્યો અને કેડથી ધારી દેવનાં પગમાં પાડ્યો. ત્યારે જિનદેવ વિચારવા