Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હે કામદેવના બાણના પ્રસારને વારનાર ! હાથી જેવી સુંદર ગતિવાળા! ત્રણ લોકને જાણનારા ! મોક્ષપદના પ્રકૃષ્ટ સાધક ! મદને હણનારા ! મૃગલાઓ ને શરણભૂત ! યુદ્ધ વગરના ! સમસ્ત ઉપદ્રવને હણનાર ! ગર્વ વગરના ! કપાયને જીતનાર ! શ્રેષ્ઠ બ્રહ્મા ! સુંદર હાથવાળા ! ઇન્દ્રિયોને વિષયોથી નિવારનારા ! કરજ રૂપ મળને સાફ કરવામાં પાણી સમાન ! દુઃખ રૂપી વૃક્ષને બાળવામાં આગ સમાન ! મધ્યાહ્ન સૂર્ય જેવી પ્રભાવાળા ! અંતર શત્રુઓના સુભટ સમૂહને હતપ્રભ કરનારા! નમસ્કાર કરનારના શરણભૂત ! પ્રકૃટ નયણવાળાને દેશના આપનાર! હે જિનેશ્વર ! એવા આપને સદા ઘણાં ઘણાં નમન ! ઈંદ્રને પણ નમન યોગ્ય (નમસ્કરણીય) પ્રસિદ્ધ સ્યાદ્વાદથી પદાર્થ સ્વરૂપને પ્રગટ કરનારા! ભાવનયના મોટા મહોત્સવ સમાન ! મને શાશ્વત સુખ આપો.
એ પ્રમાણે સ્તુતિ કરીને ગણધરાદિ સાધુઓને પણ વાંદી ઈંદ્રાદિના કમથી પોતાનાં સ્થાને રાજા બેઠો.
ત્યારે પ્રભુએ યોજનગામી મધુર શબ્દ વડે સંસાર સમુદ્રને તરવા સારુ જહાજ સમાન ધર્મને કહેવાનો પ્રારંભ કર્યો. આજ આંતરામાં તેણે ચંદ્રવર્માને ત્યાં જોઈ ચિંતા થઈ અરે ! રાણી અહીં ક્યાંથી ? એટલામાં મંત્રસિદ્ધના વચન યાદ આવ્યા ત્યારે પ્રભુને દેવીના વિરહનું કારણ પૂછયું... પ્રાણિઓને દુર્ઘત પાંચ ઈન્દ્રિયો સંસારનું કારણ બને છે, અને દમન કરેલી તે ઈન્દ્રિયો મોક્ષ માટે થાય છે. બેકાબુ ઈન્દ્રિયોથી આત્મા બલાત્કારે ઉન્માર્ગમાં પછડાય છે, જેમ યુદ્ધમાં બેકાબુ બનેલ ઘોડાઓથી સારથીઓ ઉન્માર્ગે જાય છે, પ્રથમ વિષય સંબદ્ધ મનને જીતીને વિવેકરૂપી હાથી ઉપર આરુઢ થયેલ શૂરવીર હાથમાં હથિયાર ધરી મન અને કષાયને જીતીને જે સારી રીતે તપ કરે છે તે શુદ્ધ આત્મા દેદીપ્યમાન બને છે; જેમ ઘી નાંખવાથી અગ્નિ. જે સમકિતમાં રત હોય, વીર, ક્રોધનું દમન કરનાર, ઇંદ્રિયને જીતનાર અને મોક્ષમાંજ લયલીન હોય તેને દેવો પણ નમે છે.
સર્વજ્ઞને અનુસરનારી જિનેશ્વરે ભાખેલી સર્વ આજ્ઞાને સારી રીતે અભિનંદન કરતા જીવાત્માઓ સર્વ બંધનોથી મુક્ત બને છે. નિર્મોહી, દાંત, બુદ્ધિશાળીઓએ કહેલાનું જેઓ અભિનંદન કરતા નથી તેઓ દુઃખભાગી બને છે. શુભભાવથી જેઓ જિનાજ્ઞાને વખાણે છે. તેઓને કલ્યાણાદિ સુખાદિ ઋદ્ધિ, સિદ્ધિ કશું પણ દુર્લભ નથી. એમ દેશના આપી પરમાત્મા મૌન થયે છતે હાથ જોડીને બેસેલી પર્ષદા-સભા ઘણો જ સંવેગ પામી, ભૂમિએ મસ્તક નમાવી “અમો