Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
८४
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ | શ્રાવકધર્મમાં ભારે પ્રયત્ન કરતા તેઓ સમય પસાર કરે છે. પણ એક વખત અશુભ કર્મ નો ઉદય થવાથી વીરચંદ્ર ને વિચિકિત્સા જાગી. તે વિચારવા લાગ્યો જિનવંદન, સાધુસેવા, સામયિક વિ. શરીરને હું કષ્ટ આપું છું. તથા જિનપૂજામાં, મુનિ ને વહોરાવામાં, દીનાદિને દાનમાં હું ઘણો ખર્ચ કરું છું. અને એ વાત તો ચોકકસ છે કે અરિહંત ની આજ્ઞા પ્રમાણે વર્તનારને સ્વર્ગ મોક્ષ મળે તો છે. શું મને ‘આનાથી સ્વર્ગ કે મોક્ષ મળશે કે નહિં અહિં કાંઈ પ્રત્યક્ષ તો દેખાતું નથી' અને જોઈ શકાતું નથી. એ પ્રમાણે વિચિકિત્સા થી સમય પસાર કરે છે. થોડા કાલ પછી સૂરચંદ્ર તપથી સુકાયેલા શરીરવાળા, માત્ર નસોવાળા, લોહિ માંસ વગરના, જેમાં સુકા હાડકાનો અવાજ થાય છે. જાણે હાડકાનો માળો હોય એવા શરીરવાળા, સાધુ યુગલને દેખી વિચિકિત્સા જાગી અને વિચારવા લાગ્યો, કે જેમ બીજાને પીડા કરવાની નથી તેમ આત્માને પણ પીડા આપવી યુક્ત નથી. બીજા ઘણાં શુભ- સાધુની સેવા, દાનદયા વિ. સરલ, મોક્ષસાધક અનુષ્ઠાન છે તો તપથી આત્માને કષ્ટ આપવાની શી જરૂર ? અન્ય દર્શનીઓએ પણ સુકર અનુષ્ઠાનથી મોક્ષ કહ્યો છે. તો ભગવાને પણ તેમ કહ્યું હોત તો શું બગડી જવાનું હતું. એમ સમકિત વિરોધી મિથ્યાત્વ આપનાર બોધિ પ્રાપ્તિ ન થાય તેવું કર્મને બાંધી મરીને વ્યંતર થાય છે. શ્રેષ્ટિ પણ કાળ કરી સૌધર્મ દેવલોકે ગયો, ત્યાંથી વી સોભાંજાણી નગરીમાં શ્રીદેવ શેઠની યશોધરા પત્નીની કુક્ષિમાં અવતયોં. તેનું સિંહ એવું નામ પાડ્યું. કલાકલાપાદિ થી પ્રકર્ષ ને વહન કરતો યૌવન ને પામ્યો. સમાનકુલ, શીલ, રૂપ, યૌવન, લાવણ્યવાળી, રૂપિણી કન્યાને પરણ્યો.
તેની સાથે દોગંદક દેવની જેમ સર્વ ઈદ્રિયોને આનંદદાયક અને મનોહર વિષયસુખને અનુભવતાં કાળ જઈ રહ્યો છે. એક વખત વર્ષાઋતુ ની શોભાને દેખવા પ્રસાદ શિખર ઉપર આરુઢ થયો. તેની પાછળ ચઢતી રુપિણી ઉપર વિજળી પડી અને મરણને શરણ થઈ. હાહારવ થયો. તે દેખી સિંહ વિલાપ કરવા લાગ્યો. હાહાપ્રિયે ! સુરુપાળી! અરે મારા હૃદયને આનંદ આપનારી ! સુભગા ! શરદપૂર્ણિમાના ચંદ્રસરખા મુખવાળી ! નીલકમળના પાંદડા સરખા નયનવાળી ! કોમલ ચમકદાર કાળા, વાંકા, દીર્ઘ, સુસ્નિગ્ધ વાળવાળી ! ગુણનો ભંડાર ! દુઃખી અનાથ એવા મને મુકીને ક્યાં ગઈ ?'
સ્વજનોએ સર્વ મૃતકૃત્ય સમાપ્ત કર્યું. છતાં સિંહો શોકાફલ જ રહે છે. એટલામાં નભસ્તલથી ચારણ ઋષિ અવતર્યા, સિંહે અલ્પત્થાન કર્યું અને