Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૮૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આસન આપ્યું. ઋષિએ દેશના ના બહાને તેને અનુશાસન (હિતશિક્ષા) આપ્યું.
સંસાર અસાર છે કારણ કે અહિં મૃત્યુ સ્વછંદચારી છે. કહ્યું છે કે
સેંકડો વ્યાધિરૂપી બાણ ચડાવી, જરારૂપી ધનુષ હાથમાં લઈને, મનુષ્યરૂપી મૃગયુથને મારતો, વિધાતારૂપી ઘોડે ચઢી યમ આવી રહ્યો છે. તેને કોઈ રોકી શકતું નથી, દુઃખ (આપત્તિ) પ્રતિકાર કે લાંબાકાળની અનુકૂલ પ્રવૃત્તિ ને તે ગણકારતો નથી પણ સ્વચ્છેદ રીતે મૃત્યુ જીવોને હણે છે. જેમ સિંહ મૃગલાઓને હણે તથા ઘણાં રોગરૂપી ફણાંથી શોભિત વ્યસન આપત્તિ રૂપી વિષવાળી લાંબી દાઢાવાળા યમરૂપી કાળા સાપના બચ્ચાથી ક્યાં ગયેલો (જીવ) છટકી/બચી શકશે. કતાંતરૂપી હાથીની સામે યુદ્ધમાં પલાયન (નાશી જવું). કે ભય યોગ્ય નથી. વળી તેનો હાથ દેખાતો નથી પણ જોરથી પકડી રાખે છે, કે જેથી છૂટી ન શકાય, જેમ ખેડૂત કાલવડે પરિણત થયે છતે ઘાસને લૂણી નાંખે છે. તેમ કૃતાંત પ્રાણિઓનો નાશ કરે છે. તેથી તું વિષાદ કરીશ મા. મૃત્યુની દાઢામાં ફસાયેલાને ઈન્દ્ર પણ છોડાવી શકે એમ નથી. ધર્મમાં ઉધમ કર જેથી દુઃખથી ભરપૂર સંસારરૂપી અટવી પાર પામીશ. મને કેવલજ્ઞાનથી જાણી ધર્મઘોષસૂરિએ તને વ્રત આપવા મોકલ્યો છે. તેથી તું વિલંબ ના કર ! મુનિ ભગવંતોએ આચરેલી સર્વદુઃખ રૂપી પર્વતસમૂહને ચૂરવા માટે ઈન્દ્રના અસ્ત્ર = (વજ) સમાન આ દીક્ષા ને તું ગ્રહણ કર અને આ સાંભળી ચારિત્રના પરિણામ જાગ્યા અને મા બાપની સમ્મતિ લઈને દીક્ષા ગ્રહણ કરી, ગીતાર્થ થયો. ગુરુએ સ્વપદે સ્થાપ્યો, શુક્લધ્યાનરૂપી અગ્નિ થી ઘનઘાતી કર્મ બાળી કેવલજ્ઞાન પૈદા કર્યું. વિચરતો તેજ હું અહીં આપ્યો છું.
આજ શ્રીપુર નગરમાં વીરચન્દ્ર શૂરચન્દ્ર વ્યંતર યોનીથી અવી ઉપન્યા છે. એમ કહ્યું તેનાથી તેમને મૂર્છા આવી અને ભૂમિ ઉપર પડ્યા. શીતોપચાર થી સ્વચ્છ થયા. ત્યારે રાજાએ પૂછ્યું કે વત્સ ! આ શું ? કુમારોએ કહ્યું કે અમારા પ્રતિબોધ માટે અમારું જ આ ચરિત્ર ભગવાને કહ્યું છે જાતિસ્મરણ થી અમને સર્વ પ્રત્યક્ષ થયું. અધધ.. પરલોક માટે ચિંતવેલ દુષ્કતકર્મનો આટલો દારુણ વિપાક અમારે ભોગવવો પડ્યો. જેની વિચારણા કરતા પણ ત્રાહિમામ્ પોકારી જવાય. અથવા અમારા જેવાં પાપિષ્ટ જીવ બીજો કોઈ નથી. કારણ કે અમે સર્વજ્ઞનાં વચનમાં પણ આવી રીતે વિચિકિત્સા કરી.
હવે કીર્તિદેવ કહેવા લાગ્યો હે તાત ! મહામોહથી મુગ્ધ બનેલને વિચિકિત્સાથી આત્માને દુઃખમાં નાંખ્યો હે તાત ! સંગ, મમત્વ અને ગર્વ