Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
ઘણાં પાણીવાળું હોય તેમ ઘણાં વિણકવાળું, ગંધર્વ જેમ ઘણાં સ્વરવાળો હોય તેમ ઘણાં સરોવરવાળું, કુનરેન્દ્ર જેમ ઘણાં ભાંડ-કજીયાવાળા હોય તેમ ઘણાં ભાંડ-વસ્ત્રપાત્રવાળું, પ્રલયકાળ નો સમય જેમ ઘણાં સૂર્યવાળું હોય (પક્ષે) ઘણાં શૂરવીરવાળું, ગિરનારની તળેટીમાં ગિરિનગર નામે નગર છે.
८८
ત્યાં નવતત્વને જાણનારો, સુપાત્ર અને દીનાદિને દાન આપવા માટે ધન ખર્ચનાર, ભાવના શાસ્ત્રથી ભાવિત, શ્રાવક ક્રિયાને સારી રીતે કરનાર.
કુશ્રુતિ ખબારવ્રુતિવાળા, કુદર્શનીઓ નાં કામશાસ્ત્ર, મનુસ્મૃતિ વિ. હિંસોપદેશક શાસ્ત્રથી દૂર રહેનાર, અણુવ્રત અને શિક્ષાવ્રતાદિ ના નિયમવાળો, શિષ્ટાચાર ને પાળનારો, સંસાર સ્વરૂપ ને જાણનાર, વસ્ત્ર જેમ દોરાવાળા હોય તેમ (પક્ષે) ગુણનો આવાસ, અથવા પ્રમાદ શત્રુને હંમેશને માટે દૂર રાખનાર, (પ્રમાદ શત્રુથી હંમેશને માટે દૂર રહેનાર) જિનાજ્ઞામાં જ વસનારો, નિયાણું અને આશંસા વગરનો, મિથ્યાત્વનો જેણે નાશ કરી દીધો છે. સિદ્ધાંત સાંભળવાથી જાગેલા ઉલ્લાસવાળો, દુઃખી પ્રાણીઓને આશ્વાસન આપનાર, બારવ્રતધારી, દાનવીર, દયાળુ જિનદાસ નામે શ્રાવક છે. તેણે એક વખત દુષ્કાળ ના કારણે નિર્વાહ ન થતાં સાર્થ જોડે ઉજ્જૈની ભણી પ્રયાણ કર્યુ, પ્રમાદ યોગે સાર્થ થી વિખૂટો પડ્યો. ભાથું પણ સાર્થ સાથે જતું રહ્યું. અન્ય કોઈ સાર્થ ન મળતા બૌદ્ધ ભિક્ષુનાં સાર્થમાં ભળ્યો. ભિક્ષુઓએ કહ્યું કે જો અમારી ભાષાની પોટલી ઉપાડીશ તો તને ભોજન આપશું. ત્યારે કાંતારવૃત્તિ રૂપ અપવાદ વિચારી તેમ કરવા લાગ્યો. અને તેઓ સ્નિગ્ધ લાડુ વિ. ભોજન તેને આપે છે. કારણ તેઓ આવું સ્નિગ્ધ ભોજન જમે છે. તેઓ માને છે કે... ‘‘કોમલ શય્યા હોય, સવારે ઉઠતી વખતે સરસ પેય હોય, બપોરે ભોજન, સાંજે દૂધ, મધ્યરાત્રિએ દ્રાક્ષાખંડ અને શર્કરા ખાય; તે અન્તે મોક્ષે જાય.'' એમ શાક્યસિંહે જોયું છે.
તથા મનોજ્ઞ ભોજન જમી મનોહર ઘરમાં સુંદર આસન ઉપર મુનિ શુભધ્યાન ધરે છે.
તેને સ્નિગ્ધ ભોજનથી વિથૂચિકા/કોલેરા થઈ, ભારે વેદના થવા લાગી. જંગલમાં વેદના દૂર કરી શકાય તેવા પ્રકારનો પ્રતિકારનો અભાવ હોવાથી ઘણોજ પીડાય છે. પદ્માસન લગાડી બોલવા લાગ્યો - શ્રી અરિહંતોને નમસ્કાર હો, શ્રી સિદ્ધોને નમસ્કાર હો, શ્રી ગણધરોને નમસ્કાર હો, શ્રી ઉપાધ્યાયને નમસ્કાર હો, શ્રી સર્વ સાધુઓને નમસ્કાર હો, અરિહંત, સિદ્ધસાધુ અને કેવલએ ભાખેલો ધર્મ, આ ચારે પણ મારે મંગલરૂપે થાઓ. આ ચારજ