Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્રણભુવનમાં ઉત્તમ છે. એઓનું જ હું ત્રિવિધ શરણ સ્વીકારું છું. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ તથા કાયા ને ત્રિવિધ વોસિરાવું છું. ત્યારે અંત સમય જાણી ચાર શરણ સ્વીકારી, ચાર આહારનો ત્યાગ કરી શુભધ્યાનથી દુર્ગધિદેહને છોડી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઉપન્યો, અતિશય દેદીપ્યમાન વિમાનમાં અંતર્મુહુર્તમાં તો સુંદર રૂપવાળો થયેલો શધ્યાથી ઉઠી દિવ્ય દેવઋદ્ધિ જોવા લાગ્યો, ત્યારે સેવકોના જય શબ્દ સાંભળી વિચારવા લાગ્યો કે મેં પૂર્વભવ માં શું કર્યું જેથી આવી શક્તિ પ્રાપ્ત કરી. તેને ઉપયોગ મુકી જોયુ તો કરુણા થી ભિક્ષુએ નિજ આચાર કરી રક્તવસ્ત્ર વડે ઢાંકી તેનું શરીર પરઠવેલું જોયું, તે દેખી અવ્યક્ત જ્ઞાનનાં કારણે વિચારવા લાગ્યો કે હું પૂર્વભવમાં ભિક્ષુ હતો. માટે આ બૌદ્ધ દર્શન મહાપ્રભાવવાળું છે. જેનાં પ્રભાવે હું આવી ઋદ્ધિવાળો થયો. તેથી આ ભિક્ષુઓની ભક્તિ કરું. એમ વિચારી ત્યાં આવી બુદ્ધ વિહારમાં રહેલાં ભિક્ષુઓને મનોહર ભોજન અલંકૃત હાથથી રોજ દેવા લાગ્યો, તેથી બૌદ્ધ શાસનની પ્રભાવનાં થવા લાગી. શ્રાવકો પણ મોહ પામવા લાગ્યા,
આ આંતરામાં વિચરતા વિચરતા ધર્મઘોષસૂરિ' ત્યાં પધાર્યા. શ્રાવકોએ વંદન કરી સર્વ હકીકત કહી અને વિનંતિ કરી - આપના જેવા નાથ હોવા છતાં જિનશાસનની આવી હલકાઈ થાય તો પછી અત્યારે અમે કોની આગળ જઈ પોકાર કરીએ. તેથી હે ભગવંત ! એવું કરો કે જેથી જિનશાસનનો જયજયકાર થાય. આપને છોડી બીજું કોઈ આ કાર્ય કરવા સમર્થ નથી. ત્યારે શ્રુત ઉપયોગથી તેનું સ્વરૂપ જાણી એક સાધુ સંઘાટક ભિક્ષુ પાસે મોકલ્યું. અને કહ્યું કે તે હાથ વડે તમને ભક્ત અપાવે ત્યારે તમે હાથ પકડી નવકાર ભણજો. અને કહેજો “બુજઝ ગુજ્જગા મા મુઝ” બોધ પામ, મુગ્ધ ન થા, ઈચ્છે કહી બે સાધુ બુદ્ધ વિહારમાં ગયા.
તે દેખી ઋદ્ધિ ગારવથી સામે જઈ કહેવા લાગ્યા આવો તમને પણ દેવ નિર્મિત આહાર અપાવું. સાધુએ પણ ત્યાં જઈ સૂરિ કથિત કર્યું, તે સાંભળી અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો ત્યારે સાચું સ્વરૂપ જાણ્યું, ત્યારે મિચ્છામિ દુક્કડમ આપી નિજ સ્વરૂપે પ્રગટ થઈ સાધુને વાંદીને કહ્યું કે હું અનુશાસન ઈચ્છું છું અને અટ્ટહાસને મુકી ગુરુ સમીપે ગયો. અને મુકુટથી શોભી રહેલાં મસ્તકવાળો. મણિકુંડલ યુગલથી ચમકતા ગાળવાળો, હાર, અધહાર, ત્રાસેરા. હારથી લટકતા છાતીવાળો, ઉત્તમ કડા/વલય અને ભુજા રક્ષકથી ભૂષિત કોમલ તેમજ ચંચલ ભુજાયુગલવાળો, સોનાની મુદ્રિકાના પ્રભાથી પીળી થયેલ કોમલ