Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ એમ વિચારી તેમાં કહેલ ઉપાય પ્રમાણે નિધાન જેવા લાગ્યો જોતાં જોતાં એક સ્થાને મહાનિધાન જણાયું; ત્યારે એક દિવસે તે પ્રદેશમાં મહાબલિ વિધાન કરી માંડલું દોર્યું. ચારે બાજુ દિશા પાળ પુરુષો સ્થાપ્યા. કેટલાક લોકોએ ખણવાનો આરંભ કર્યો સ્વયે મંત્ર જપવા બેઠો, બલિવિધાનમાં ઘણો ખર્ચ કર્યો, અરે ! હજી નિધાન દેખાતું નથી, અહિં કાંઈ હશે કે નહિં ? ત્યારે શંકાથી ચલચિત્ત જાણી નિધાન દેવતા ભયંકર વેતાલ રૂપો કરી અટ્ટહાસ કરવા લાગ્યા. અને ડાકિની પુત્કાર કરવા લાગી. અને આકાશમાંથી શિલાઓ પડવા લાગી, તે દેખી દિશા પાળકો નાઠા, તેની પાછળ ખણનારા પુરુષો પણ દોડ્યા, સાધક પણ ચલચિત્તવાળો મંત્ર જપતો બેઠો છે. તેને જોરથી હંકારો કરીને ધરણીતલે પાડી, ખાડાને પુરી દેવતા સ્વસ્થાને ગયો.
એટલામાં રાત પુરી થઈ ગઈ અને અનેક સિદ્ધવિઘાવાળો શિવભૂતિ સિદ્ધ ત્યાં આવ્યો. તેને મંડલ સામગ્રી અને ઘણાં માણસોના પગ દેખ્યા ત્યારે નજીકમાં જઈને જોયું તો પાસે રહેલ પોથીવાળો જેના હાથમાં માળા રહેલી છે, જેનું શરીર થર થર ધ્રૂજી રહ્યું છે, તેમજ ભૂમિ ઉપર આળોટતાં શ્રીધરને જોયો, શિવભૂતિએ જોયું આ વિદ્યાસાધક અસિદ્ધવિદ્યાવાળો વિદ્યાદેવી વડે ફેંકાયો લાગે છે. બિચારો મરે નહિં એવી અનુકમ્પાથી શિખાબાંધી માંડલુ દોર્યું અને દિશાઓ બાંધી સાતવાર પાણીના છાંટણા તેના ઉપર કર્યા. અને તરતજ તે ઉભો થયો, ત્યારે શિવભૂતિએ આશ્વાસન આપ્યું. અને તેની શિખા ફરીથી બાંધી અને વૃત્તાંત પૂછયો તેને સર્વ હકીકત કહી.
સારા સ્થાને પુસ્તક પોથી મેળવી છે જેથી ત્યાં જ શિવભૂતિએ જીવવાનું શરું કર્યું. અને તે કોઈ અનેક વિજ્ઞાન કલાના અતિશયથી યુક્ત હતો, (પૂર્વમાં હશે) તેનાં સંબંધીનું આ પુસ્તક હોવું જોઈએ, એમાં લખેલું બધુ સાચું જ હશે તેથી આની માંગણી કરું. એમ વિચારી શિવભૂતિએ તેને કહ્યું અરે ! ભો ! અનેક ઉપદ્રવ આપનારી આ પોથીનું તારે શું કામ છે ? આના પરિપાલનનો ઉપાય તું જાણતો નથી.
એમ હોય તો તમેજ ગ્રહણ કરો કારણ તમે પ્રાણ આપનાર હોવાથી મારા ગુરુ છો. અને અત્યારે તમે કહેશો એમ કરીશ. હાં કહી પોથી લીધી. ખન્યવાદ મંત્ર અને સાધનનો ઉપાય જોયો, અને સર્વવિધિ કરી આ આ પ્રમાણે જ છે. એમ નિશ્ચય કરી નિધાન ગ્રહણ કરવાનો ઉપાય આરંભ્યો. દ્રઢ હોવાથી