Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૭૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સ્ત્રીમાં જે ઘણો રત હોય તે કામદેવથી મોહિત થયેલો વેશ્યામાં મન કરે ખરો? લીલાછમ વૃક્ષવાળા (ગિરનાર) કૈલાસ પર્વત ઉપર રહેનારો નીલા અને વિશાળ કંઠવાળો શંકર ઝાડ વગરના મરુસ્થલને યાદ કરે ખરો ? વાદળાના સમૂહ જેવા કાળા ફળના રસથી/પરાગથી સુવાસિત બનેલ મલય પર્વત ઉપર જે હરણ વસ્યું છે, તેને બીજા પર્વત ઉપર ગમે ખરું ? એ પ્રમાણે હે વીર ! હે ધીર ! હે માનને હરનારા ! જેણે તારાં ચરણારવિંદમાં નમસ્કાર કર્યો હોય તે સુખસમૂહનો નાશ કરનારા વિષ્ણુ અને શંકરના પગમાં પડે ખરો ?
એવી જ રીતે હે વીર જિનેશ્વર ! દુઃખરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યસમાન ! જેમને આપના (વીરનાં) ચરણકમળ ચુંવ્યા હોય; હે સુવિચક્ષણ ! (અંબડ પ્રત્યે) તે કામની કોટડીની કાળી મેશથી કાલાભમ્મર વિષ્ણુ શંકર વિ. ને કેવી રીતે પ્રણામ કરે ? હવે અંબડ સુલસાની મધુરવાણીથી પ્રશંસા કરી પૂછીને સ્વસ્થાને ગયો.
આ બાજુ સમકિતમાં દ્રઢ સુલસા અંતિમ વય જાણી મહાશક્તિશાળી સંલેખના કરે છે; ઈંદ્રો પણ જેને માન આપે છે એવાં વીરનું ધ્યાન ધરતી પંચમરમેષ્ઠી ની સ્તુતિ અને સ્મરણ કરતી, સર્વજીવોને ખમાવતી, અનશન કરી દુર્ગધિ દેહને છોડી સુલસા સ્વર્ગે ગઈ.
ત્યાંથી આવી ઉત્સર્પિણીમાં અપરિમિત જ્ઞાન-ચારિત્ર અને સત્વવાળા પંદરમાં 'નિર્મમનામે તીર્થંકર થશે. ભવ્યજીવોને પ્રતિબોધ પમાડી જગતનાં
રહેલી સિદ્ધિગતિને પામશે. આ પુરુષાર્થમાં પ્રશંસા પાત્ર અધ્યાય દેવચંદ્રસૂરિએ પૂરો કર્યો. એ પ્રમાણે ઘણાં ગુણથી ભૂષિત, જિનેશ્વરોએ જેની પ્રશંસા કરી છે એવું સુલસાનું ચરિત્ર સાંભળતા ધર્માર્થીઓને અને ભણનારા, તેમજ ભક્તિમાં પ્રસક્ત મોક્ષાર્થિઓને મોક્ષ આપો.
ઈતિ સુલસા કથાનક સમાપ્તમ્ રૂપવાન, સુરનર તિર્યો પણ આભૂષણો વડે, વિશેષ શોભિત બને છે. તેમ સુંદર દર્શન પણ આ ગુણો વડે શોભે છે. જેમ અલંકારવાનું કાવ્ય વિદ્વાનની સભામાં શોભે છે; તેમ આ અલંકારો વડે સમકિત શોભે છે. આ પ્રમાણે સમકિતનાં ભૂષણો કહ્યા.
હવે બીજું દૂષણ દ્વાર કહે છે તેનું સ્વરુપ કહેવા સારુ ગાથા કહે છે. ૧. સમવાયાંગ સૂત્રમાં સોળમાં ચિત્રગુપ્ત નામે તીર્થંકર થવાના છે એમ જણાવેલ છે.