Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ જિનધર્મ ઉપર શ્રદ્ધાવાળા તમારું સ્વાગત હો ! સ્વાગત હો ! અતિવાત્સલ્યવાળી પોતાની માતાની પેઠે તેનાં પગ ધોયા ગૃહ ચૈત્યો દેખાડ્યા. અમ્બડે પણ વિધિ પૂર્વક વંદન કર્યું. અને અંબડ ઉત્તમ આસને બેસે છે અને મનમાં અતિશય હરખને ધારણ કરી તે કહે છે કે શ્રાવિકા ! તે મને શાશ્વતાં અશાશ્વતાં ચૈત્યોને વંદાવ્યા. અંબડ કહેવા લાગ્યો તું સર્વથી ધન્ય છે. પુણ્યવાનું છે, કૃતાર્થ છે, તારો જન્મ સફળ છે, તને ઈંદ્ર પણ નમે છે. જેથી કારણકે તેજથી ભાસુર એવાં મનુષ્યતિર્યંચ સુરાસુરોની મધ્યે રહેલાં કામદેવરૂપી શત્રુનો નાશ કરવામાં અસમાન શૂરવીર એવાં વીર જીનેશ્વર તારા સમાચાર પૂછે છે. તે સાંભળી હર્ષથી પુલકિત શરીરવાળી સુલસી સ્તુતિ કરવા લાગી.
વીર જિનેશ્વર જય પામો ! મિથ્યાત્વરૂપી વાદળાનો નાશ કરવા માટે પવન સમાન, મોહમલ્લના બલનો નાશ કરવામાં ધીર ! જય પામો, સુરાસુરના ઈંદ્ર અને ચંદ્ર પણ જેમને નમન કરે છે. પગની આંગળીથી જેમને મેરુપર્વત ડોળાવી દીધો એવા વીર પ્રભુ જય પામો !
કેવલજ્ઞાનથી સંસાર સ્વરૂપને જાણનારા, ત્રણ લોકમાં સહુથી અતિશયવાળા, જયપામો ! એ પ્રમાણે સ્તુતિ કરી સુલસા ધરણીતળે શીશ લગાડી કલેશ વિનાના જિનેશ્વરને વારંવાર વાંદવા લાગી, ત્યારે ફરીથી પણ વિશેષ પરીક્ષા કરવામાં વિચક્ષણ એવાં અમ્બડે પૂછયુ, કુતૂહલથી પણ તું પૂર્વાદિ વારે બ્રહ્માદિ પાસે કેમ ના આવી ? તે કહેવા લાગી હે સુભગ ! અતિ અજ્ઞાનીની જેમ તું એમ બોલે છે. કે જે વીર પ્રભુને નમી; મારું મન જેનો વૃત્તાંત બંધબેસતો નથી એવા અન્યદેવમાં કેવી રીતે જાય કારણ કે,
કહ્યું છે કે - જે ભમરાએ ઐરાવણ હાથીના ગણ્ડસ્થલથી ઝરતાં મકરંદની સુગંધ સુધી હોય, તે વિકસેલા લીંબડાને પણ ના ચાહે, તાડના અને બેહડાના (ભરૂચ અને કચ્છ દેશના) વૃક્ષના ફેલાયેલા = ઉંચા જતા ફૂલોના કેસરામાં લીંપાયેલા શરીરવાળા ભમરાનું બોરડીના વનમાં મન બિસ્કુલ વિશ્રાંત થતું નથી, ખીલેલા કમલની પુષ્ટ ગંધમાં જેનું મન જામી ગયું હોય, શું તે ભમરો ખીલેલા પલાશમાં વિલાસપૂર્વક સ્પર્શે ખરો ? જેણે કાષ્ઠને પણ શીતલ કરી દીધો છે. એવા રેવા નદીના જલમાં જે હાથી મસ્તીથી મજ્જન (સ્નાન) કરે છે તે (નદી સુકાઈ જતાં પાણી માટે કરાયેલો ખાડો તે વિયડો) વિયડામાં નજર પણ નાંખે ખરો ? ગંગાના ઉજજવલ જલ ને જે પીએ છે; તે હંસ શોભા વગરનું અન્ય નદીનું પાણી પીએ ખરો? પ્રકામ કામવાળી પ્રૌઢ પરણેલી