Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
૬૫ હરણસરખી આંખવાળો, સંપૂર્ણરૂપ યૌવનવાળો, સમુદ્રના ઘોષ-શબ્દ સરખા અવાજવાળો, શત્રુ પક્ષ માટે ભયંકર, સુવેગા નામની ગતિવાળો, નમતાં જીવોનું કાર્ય કરનાર, મહાન ભક્તિથી પ્રેરાયેલો, હરિૌગમેથી દેવ આવ્યો. હવે તે પવિત્રદેવ (પોતાના તેજ થી) આંગણાને પ્રકાશિત કરનાર શીધ્ર સુલસાની સામે ઉભો રહ્યો.
ત્યારે સુલતાએ સંભ્રમથી તેને દેખી વિભ્રમવગરની બની સ્વચ્છ અને શ્રેષ્ઠ આસન આપ્યું ત્યારે દેવે કહ્યું હે શ્રાવિકા ! શું મને યાદ કર્યો, ત્રણે લોકમાં જે કામ મારાથી સાધી શકાય તેવું તમારે જે કાંઈ કામ હોય તે મને કહો. તુલસાએ કહ્યું હે ગુરુશક્તિયુક્ત ! સુરસેનાપતિ ! તમે તો દિવ્યજ્ઞાની છો ! સમસ્ત પદાર્થ શાસ્ત્રને જાણો છો. શું મારી મનરુચિ નથી જાણતા ? ત્યારે હસમુખવદને દેવે બત્રીસ ગુટિકા આપી, અને અનુક્રમે એક એક ખાવાનું કહ્યું. તેથી તારે ગુણવાન કુંદના પુષ્પ સરખા બત્રીસ પુત્રો થશે. તારે કાંઈ કામ પડે તો મને યાદ કરજે; એમ કહી દેવ અદશ્ય થઈ ગયો. ફરીથી તેની પૂજા કરી સુલસા શ્રેષ્ઠ ભોગ ભોગવતી થઈ, તુ સમય આવતા તેને મોટી ચિંતા થઈ, કે ઈષ્ટ છતાં બત્રીસ છોકરાઓના મળમૂત્ર ધોવાની પળોજણ કોણ કરે ? આના કરતા બત્રીસ ગુટિકા એક સાથે ખાઈ લઉં જેથી એક બત્રીસ લક્ષણવાળો પુત્ર થાય. એમ વિચારી એક સાથે બત્રીસ ગુટિકા ખાઈ ગઈ. તેનાં પ્રભાવથી બત્રીસ વિભક્ત શરીરવાળા ગર્ભ થયા. તેની વૃદ્ધિથી ઉદરમાં ભારે વેદના થવા લાગી. ત્યારે પુનઃ દેવને મનમાં ધારી કાઉસગ્નમાં રહી. ત્યારે દેવે આવી કહ્યું કે હે શ્રાવિકા ! જે કાંઈ કામ હોય તે કહે, સુલસાએ બધી વાત કરી, ત્યારે દેવે કહ્યું કે હે મુગ્ધા ! નિર્મલકુલથી વિશુદ્ધ તેં આ અકાય કેમ કર્યું ? આનાથી તો તારે સરખા આયુષ્યવાળા બત્રીસ પુત્રો થશે. નહિ તો ભિન્ન ભિન્ન આયુવાળા થાત.
હે દેવ! જેણે જેવું કર્મ બાંધ્યું હોય તેને તે રૂપેજ પરિણમે છે. “કર્મમાં લખેલા લેખને કોઈ અન્યથા કરી શકતું નથી.” ધર્મવાન ! તમારે તો આ બઘુ સાધ્ય છે. માટે, તમે મારી આ પીડા દૂર કરો. ત્યારે પીડા દૂર કરી દેવ સ્વર્ગે ગયો. સુલસા ધર્મ પરાયણ થઈ, ગર્ભને વહન કરે છે. દેવથી પૂજાયેલ પરિવારવાળાને ઉણપ ક્યાંથી હોય. નવમા સુલતાને બત્રીસ પુત્રો થયા. તે વખતે નક્ષત્ર શુભ હતું. અને પરિવાર વર્ગ નજીકમાં રહેલો હતો. તે પુત્રો સર્વ લક્ષણો થી યુક્ત છે. જાણે કોઈક પ્રયોજનથી બત્રીસ ઈનો ભેગાં થયાં