Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ પરચ-શત્રુસૈન્ય પોતાની ઉપર આવી પડે તેવાં ભયથી બિસ્કૂલ મુક્ત, તેમાં હર્ષિત માણસો માટેના સેંકડો કીડા સ્થાનોથી યુક્ત, જિન અને ગણધરો ના ચરણોના સ્પર્શથી પવિત્ર છે.
તે મગધ દેશમાં અતિ અદ્ભુત સારવાળી રાજગૃહી નામે નગરી છે. રાજાના ગુણસમૂહને વિસ્તારનારી, ચોતરફ પ્રકાશ ફેલાવનારી, રમણીયતાનો વિચાર કરીએ તો દેવનગરીની સમકક્ષમાં આવે, કૂવા, સરોવર, વાવડી, વનખંડથી શોભનારી, સોનાનાં બનાવેલ ગઢથી ઝગમગતી, દુકાન, પરબ, સભાગૃહથી શોભાયમાન, હાથીની સૂંઢરૂપ ધનુષ્યથી તોરણવાળી છે. તેનું શ્રેણિક મહારાજા પરિપાલન કરે છે. ઘરમાં અને યુદ્ધમાં પણ ત્યાગ જેનાં હાથમાં જ છે.
કામિનીના કઠોર કટાક્ષ જેની કાયા ઉપર પડે છે. જે શ્રેષ્ઠ સિપાઈનાં સમૂહથી પરાસ્ત થાય એમ નથી. શત્રુરૂપી હાથીના ગડસ્થલને વિદારવામાં સિંહ સમાન, શત્રુનાં પુરુષાર્થને ગર્વના લેશ (બિન્દુ) ને પણ સાફ કરવામાં અગ્રેસર, ક્ષાયિક સમકિતી જેને દેવેન્દ્રો પણ ભક્તિથી વખાણે છે. તેની પત્ની સુનંદા છે જે ગુણવાળી, અભયકુમાર ની માતા = જન્મ આપનારી, ઘણી જ પ્રસન્નમનવાળી, શીલરૂપી આભરણથી અલંકૃત શ્રેણિક રાજની અતિ વહાલી, જિનેશ્વરની ભક્તાણી છે. અપુણ્યશાળીને દુર્લભ છે, તે (શ્રેણીકરાજા) સુનંદાથી યુક્ત, વિદ્વાનો તેનાં વખાણ કરે છે, એવાં શ્રેણિકરાજા રાજલક્ષ્મીનું પરિપાલન કરે છે, અને તે દેવેન્દ્રો પણ જેને નમે એવાં શ્રી વીર જિનેશ્વરની ભક્તિથી પોતાની કમરજને પખાળી રહ્યો છે.
તેજ નગરીમાં “નાગરથી' રહે છે જે આર્થિકોને અર્થનું અર્પણ કરે છે. વળી તે જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત, જિનેશ્વર અને મુનિમહાત્માનાં ચરણકમળનો ભક્ત, બાંધવરૂપી કુમુદોને આનંદ આપવામાં ચંદ્ર સમાન, લોભમાન વગરનો, સરલ, પરસ્ત્રીથી મનને દૂર રાખનાર, કલિકાલ જેણે કોઈ પણ હિસાબે સ્પર્શી શક્યો નથી, યૌવન, રૂપ લવણિમાંથી મનોહર, અત્યંતર રત્નરાશિનો રત્નાકર છે. તેને પવિત્ર શીલથી સજાયેલી, સમકિતરત્નમાં શંકા વિનાની, જેની ગુણરૂપી ઉત્તમકંઠી શોભી રહી છે. જે મોક્ષસુખમાં હંમેશા ઉત્કંઠાવાળી છે, તેને ધર્મથી કોઈ ચલાવી ન શકે, કલાગુણોથી જે સદા હાળી રહી છે, જે વીરપ્રભુના ચરમકમળમાં આસક્ત છે. સાધુ સાધ્વીની નિયમાં ભક્તિ કરે છે, જે સાધર્મિકની ભક્તિ કરવામાં નિપુણ છે. જે પોતાનાં પરિજન વિષે સદા આશીર્વાદ રૂપ છે. જે જીવાદિ પદાર્થને જાણનારી છે, જે