Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૫૬
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
મેં ત્યાં જઈને જોયું તો એક રાજકુમાર શ્રેષ્ઠ ઐરાવણ હાથી ઉપર ચઢેલો હતો, અને ચારે બાજુ ઘેરીને સુભટો તેનાં ઉપર પ્રહાર કરી રહ્યા છે, જેમ ઈન્દ્રને ઘેરી અસુરો પ્રહાર કરતા ન હોય, તેટલામાં બહુ પ્રહાર થી પ્રહત બનેલ (ઈજા પામેલ) હાથી ઘણો ગુસ્સે થયો, તેમજ ચિંઘાડ કરવા લાગ્યો તેવા હાથીને કુમાર ધીરે ધીરે હંકારવા લાગ્યો, ત્યારે તે હાથીએ સુભટસમૂહનો છૂંદો કરી નાખ્યો, જેટલામાં હાથીના ભયથી બધા દૂર દૂર સરકી ગયા, અને સાગરઆવર્ત નામના સરોવરમાં જલ પીવા માટે હાથી પેઠો અને કુમાર પણ જલક્રીડા કરીને રાજકુમારને એક ઝાડ નીચે આરામ કરતો દેખ્યો.
એ અરસામાં ચતુરંગ સૈન્ય સાથે શૂરરથ રાજા ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે “હે પાપિષ્ઠ ! દુષ્ટ ! નિર્લજ્જ ! મારા સુભટોને મારી અહીં નિરાંતે સૂતો છે. હજી તો પહેલાનું તારા પિતાનું વેર મને ભુલાતું નથી અને હે પાપી ! આ તે ફરી નવું વેર ઉભુ કર્યું, તેથી તુ સામે આવ ! અથવા હે દુષ્ટ તું કોઈનું પણ શરણ લે કે પાતાલમાં પેસ, આજે તું છુટી શકે એમ નથી, તે સાંભળી વીરરસથી રુવેરુવ જેનાં ખડા થઈ ગયા છે એવો કુમાર કહેવા લાગ્યો હે રાજા ! શું ઉત્તમ પુરુષો પોતાની પ્રશંસા જાતે કરે ખરા ?'’ હે નરેન્દ્ર ! પૂર્વપુરુષોએ મેળવેલા યશનો આ જે નાશ કર્યો છે, કે જેથી પુરુષકારપુરુષાર્થ વિનાનું નકામું આ પ્રમાણે બોલે છે.
જ્યારે રોષે ભરાયેલા શૂરરથે ધનુષ્યનો ટંકાર કર્યો તેટલામાં કુમાર પણ તેજ હાથી ઉપર ચડ્યો. પણ તે હાથી કોઇ પણ હિસાબે જલમાંથી બહાર ન નીકળતાં માછલાંની જેમ પડખુ ફેરવી અન્ય હાથી ઉપર બેસી તેનાં સવારને હણી શ્રેષ્ઠ ધનુષ્યને દોરી બાંધી તૈયાર કરે છે ત્યારે અમે પણ તેનાં પક્ષમાં (આધાર વર્ગમાં) મળ્યા ત્યારે સૂરરથ રાજા મને કહેવા લાગ્યો આ તારે શરણે આવેલ નથી મારા શત્રુખાતર તું યમ ઘેર જા નહિં, માટે તું તારા સ્વામીની પ્રીતિને ન તોડ. તે સાંભળી સૈનિકો ગોઠવી હું તમારી પાસે નિવેદન કરવા આવ્યો છું હવે તમે કહો તેમ કરીએ
ત્યારે રાજાએ હોઠ કરડી ભવાં ચડાવી યુદ્ધ ભેરી વગાડવાની આજ્ઞા કરી જલ્દીથી જલ્દી તૈયાર થાઓ, મારી સામે આવેલા (પરોણાં) અતિ અદ્ભૂત વીર્યવાળા તે મહાનુભાવનું ઘણું અહિત ન થાય તે માટે જલ્દી કરો, એમ કહી વિમલાક્ષ રાજા વેગવાન શ્રેષ્ઠ રથમાં બેસી ચતુરંગ સેના સાથે ક્ષણવારમાં યુદ્ધ મૈદાનમાં આવી ગયો. એટલામાં દ્રઢવીર્યે જે સિપાઈઓ કુમાર પાસે મુકી