Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૫૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
બાર દિવસ થતાં ગ્રાધિષ્ઠાયક દેવનું, સ્વજનોનું સન્માન કરી તેનું નામ ચન્દ્રવર્મા નામ પાડ્યું, પાંચ ધાવમાતાઓથી લાલન કરાતી અનુક્રમે કાંઈક ઉગા આઠ વર્ષની થઈ ત્યારે કલા શિખવાડી.
એક દિવસ સર્વશણગાર સજી વિવિધ વિનોદ કરતી રાજાના ખોળામાં બેઠી છે; જ્યારે તેનું રુપ જોઈ રાજાએ કન્યાને વિદાય કરી, અને ચિંતાતુર બનેલાં રાજાએ મહિસાગર મંત્રીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, “હે મંત્રીશ્વર ! આ કન્યાનું વર્ણન કરવા કોણ સમર્થ થઈ શકે ?” કારણ કે આ વિંધ્યાચલનું જંગલ જેમ સુંદર હાથીવાળું હોય તેમ આ સુંદર વાણીવાળી છે, બ્રાહ્મણની જીભ આશીર્વાદમાં રત હોય, (કન્યાપક્ષે) મંગલકારી દાંતવાળી, વેદવચન સુંદર પાદવાળા હોય, (કન્યાપક્ષે) સુંદર પગવાળી વિષ્ણુની દેહ જેમ સત્યભામાયુક્ત હોય છે તેમ સત્યવચનવાળી, ટંકશાળ જેમ ચલણી સિક્કાવાળી હોય તેમ જ્ઞાનવાળી, મેરુપર્વત સુંદર સરલ ઝાડવાળો (કન્યાપક્ષે) તેમ સીધીસાદી, જિનેશ્વરની વાણી નિર્મલ, નિદૉષ આલાવાવાળી હોય તેમ (કન્યાપક્ષે) મીઠું બોલનારી, વરસાદની મોસમ વાદળાવાળી હોય (કન્યાપક્ષે) સુંદર બુદ્ધિશાળી, ચંદ્રકલા કલંક વગરની હોય (કન્યાપક્ષે) કલંક વગરની; હું માનું છું કે સૌભાગ્ય, રૂપ, લાવણ્ય, કાંતિ અને દીપ્તિથી આ કન્યા મહાદેવ કામદેવ, વિષ્ણુ, ચંદ્ર અને ઈન્દ્રની પટરાણીને જિતનારી છે. જેણીનાં ઉંચા અને પીનસ્તન ગોલ અને સુંદર છે, જેણીનું નિતંબતટ (પૂંઠનો ભાગ) વિસ્તૃત છે. અને જે સઘળાય વિલાસનો ખજાનો છે આવી કન્યા યૌવનવયમાં વર્તી રહી છે. તેથી આને અનુરૂપ વર આ જગતમાં કોણ થશે/હશે ?” આ કારણથી હું ઘણોજ ચિંતાતુર થયો છું.
આ વચન સાંભળી મતિસાગર મંત્રીએ કહ્યું હે રાજન ! ચિંતા કરશો માં, આ બાબત વિધિ વિધાતા) સાવધાન જ હોય છે, તેટલામાં નગરની એક દિશામાં હણો હણો એવા શબ્દવાળો મોટો કલકલ અવાજ (ઘોંઘાટ) થયો, અને પુષ્કલ ઘોડાની ખુરથી ઉખડેલી ધૂળ સમુહથી દિશાઓ તમાલપત્ર સરખી કાલીભટ્ટ થઈ ગઈ. રાજાએ તપાસ કરવા કહ્યું. કવચને ધારણ કરનાર ડમરીથી રંગાયેલા શરીરવાળો ઉતાવળા પગે દ્રવીર્ય ત્યાં આવ્યો, હે રાજનું! જયપામો એ પ્રમાણે બોલતો વિનંતિ કરવા લાગ્યો કે આજે મન અને પવન સરખા વેગવાળા ઘોડા ઉપર સવાર થઈ સપરિવાર નગરની દક્ષિણ દિશામાં દુષ્ટપુરુષોની તપાસ માટે ગયો, તેટલામાં મોટો યુદ્ધનો અવાજ સંભળાયો,