Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૪૯
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ
સાધુની ભક્તિથી કલ્યાણ પરંપરા ને જીવ મેળવે છે. અને સમકિત શુદ્ધ થાય છે. એમાં કોઈ સંદેહ નથી. તેનાં વિષે “શિખરસેન'નું ઉદાહરણ કહેવાય છે..
શિખરસેન કથા
આ ભરતક્ષેત્રમાં શિખર સમૂહ ઉપર દેદીપ્યમાન ઔષધિ સમૂહથી યુક્ત અભિમાનીહાથીઓથી નાશ કરાયેલ પરિણતહરિચંદનગંધથી સુગંધી ફળફૂલવાળા ઝાડે બેઠેલા પંખીઓના અવાજથી શબ્દમય બનેલ, ઝરતાં ઝરણાં ના ઝંકારથી જેની દશે દિશાઓ પુરાઈ ગઈ છે, જેની મેખલા ઉપર સેંકડો જંગલી જાનવરો ભમી રહ્યા છે. એવા વિંધ્યાચલ પર્વત ઉપર ભિન્નપતિ “શિખરસેન' નામે રહે છે. જે પ્રાણીઓને હણવામાં નિરત અને વિષયમાં ઘણો જ આસક્ત હતો. તેની નવયૌવનથી ભરપૂર, વલ્કલ વસ્ત્રને પહેરનારી, ચણોઠી વિ.ના ઘરેણાંવાળી, શ્રીમતી નામે ભાર્યા છે. વિખુટા કરાયેલા હરણ યુગલોને દેખી તે હર્ષથી ભરેલા અંગવાળી, ઉછલતા સ્તનવાળી હસે છે. એક વખત કરાજાની જેમ સર્વજનને દાહ કરનારી ગ્રીષ્મઋતુ આવી, જગતરૂપી કોઠા મધ્યે રહેલ લોઢાના તમ ગોળા સમાન સર્વજનોને દાહ કરનાર સૂર્યને જાણે પ્રચંડ પવન ધમી (ટૂંકી) રહ્યો છે. (તેનાં તાપને વધારી રહ્યો છે.) જગતમાં કલિકાલની જેમ હલકી જઈ વિકસી રહી છે. જરાક રાતા પુષ્પથી ભવાં ચડાવેલી નયણોવાળા પાટવૃક્ષ જાણે જગતને તપાવનારાં ઉનાળાને રોષથી દેખી રહ્યા છે. બધા ઝાડોને પુષ્પસમૃદ્ધિ વગરના દેખી કાળા પડેલા શિરીષના ઝાડો જાણે સજ્જન માણસની જેમ શરમાઈ રહ્યા છે. જગતને સંતાપ કરનારી લૂ વાયી રહી છે. અગ્નિવાલા ની જેમ પ્રચંડ સૂર્યકિરણો બધાને દઝાડી રહ્યા છે.
લોકનો સંતાપ દેખવાથી દિવસો મોટા થઈ રહ્યા છે. સજ્જનની જેમ બીજાની પીડા જોઈ રાત્રીઓ નાની નાની થઈ રહી છે. કંઠ અને ઓષ્ઠ સુકાઈ જવાથી લોકો વારંવાર પાણી પીએ છે. પરસેવાથી ભીના-મેલા શરીરવાળા લોકો સતત ખેદ પામે છે. ગરમીથી પીડાયેલા વટેમાર્ગ પરબમાં પાણી પીને છાયામાં આરામ કરતાં હા હા હાશ ! એમ બોલે છે. ચંદ્ર-માળા કીડાગૃહ, પંખો કિસલય, પાણીથી ભીના જલાશયો, ચંદનના વિલેપન વિ. અમૃત જેવા લાગે છે. આવા ઉનાળામાં શ્રીમતી સાથે શિખરસેન સ્વચ્છેદ લીલાથી ભમતો