Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૪૪
[૪ |
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ આરોગ્ય, ઋદ્ધિ, સૌભાગ્ય, ઉત્તમભોગો, રૂપ, બળ, યશ પણ સુંદર રીતે આચરેલ ધર્મની દેન છે.
ઈટજનનો યોગ, સર્વ પરિવાર અને નોકર ચાકર આજ્ઞામાં રહેનાર હોય, બીજુ પણ સુખ ઉત્તમયોગથી આરાધેલ ધર્મનું નામ છે.
સ્વર્ગની અપ્સરાઓથી યુક્ત પ્રધાન ભોગ સામગ્રીના સાધનથી ભરપૂર એવું સ્વર્ગ તેમજ મોક્ષપણ આ ધર્મથી પ્રાપ્ત થાય છે. ત્યારપછી આરામશોભાએ અન્જલિ કરીને પોતાના વિપાકનું કારણ પૂછયું ત્યારે આચાર્ય ભગવંતે પાણીવાળા નવા વાદળાની ગર્જના જેવા ગંભીર, ધીર અને સારવાળી ધ્વનિથી તેને પૂર્વભવ કહેવાનો પ્રારંભ કર્યો.
આરામશોભાનો પૂર્વભવ' - આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપાનગરી છે તેમાં કુલંધર શેઠ વસે છે. તેને કુલાનંદા નામે ભાર્યા છે. તેઓને રુપ-ગુણવાળી સાત પુત્રીઓ છે. તેઓના નામ - કમલશ્રી, કમલવતી, કમલા, લક્ષ્મીશ્રી, યશોવતી, પ્રિયકારિણી છે. તેઓને ઉત્તમકુલમાં પરણાવી હવે આઠમી પણ પુત્રી થઈ તેનો જન્મ થતાં મા-બાપ દુઃખી થયા, ઉદ્વિગ્ન બનેલા મા-બાપ તેનું નામ પણ પાડતા નથી. મા-બાપને તેનાં પાલનની બેદરકારી હોવા છતાં તે પુત્રી મોટી થઈ યૌવન પામી; ત્યારે લોકો તેને વિશિષ્ટ રૂપાદિવાળી હોવા છતાં નિર્ભાગ્ય કહેવા લાગ્યા. તે મા-બાપને સતત દુઃખ દેનારી લાગે છે.
એકવાર લોકોએ શેઠને કહ્યું કે “તમારી છોકરીને પરણાવતા કેમ નથી ?' કારણ કે એમ તો (નહિં પરણાવવાથી) તમારો ભારે અપયશ થશે. માણસોએ એવા વેણથી શેઠ ઘણાં જ મનમાં ખેદ પામ્યા. આ કામ મનગમતું ન હોવાથી ઘણાંજ ચિંતાતુર બન્યા, ચિંતાતુર શેઠના ભાગ્યયોગે એક વટેમાર્ગ તેમની પાસે આવ્યો, મેલથી મેલા વસ્ત્ર અને શરીરવાળો, લાંબો માર્ગ કાપ્યો હોવાથી થાકી ગયેલો તે વટેમાર્ગ આરામ કરવા શેઠની દુકાને બેઠો. શેઠે તેને પૂછયું “હે ભદ્ર ! તું ક્યાંથી આવે છે ?” તેણે જવાબ આપ્યો કે સમુદ્રની પેલે પાર રહેલાં ચોડ દેશથી આવ્યો છું. શેઠ - તુ કોણ છે ? કઈ જાતિનો છે ? નામ શું છે ? અહિં શા માટે આવ્યો છે ?
તે બોલ્યો કૌશલ્યાવાસી નંદશેઠની સોમા નામની પત્નીનો હું નંદન નામે પુત્ર છું. ધન ખલાસ થતાં ધન માટે ચોડ દેશમાં ગયો. ત્યાં પાણ દારિદ્રથી