Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૪૫
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ હણાયેલો સ્વાભિમાનના લીધે પોતાના નગરે પાછો ન ગયો. બીજાનું કામ કરી ગુજરાન ચલાવતો હું ત્યાં જ રહું છું. અહિંથી ગયેલા વસંતદેવ વાણિયાએ પોતાના કાંઈક કામથી ટપાલ આપી મને અહિં શ્રીદત્ત શેઠ પાસે મોકલ્યો છે. તેથી શ્રીદત્ત શેઠનું ઘર બતાવો, કે જેથી તેના ઘેર તેની પાસે જઈ આ ટપાલ આપું. ત્યારે કુલંધર શેઠ વિચારવા લાગ્યો આ મારી પુત્રી માટે વર તરીકે યોગ્ય છે. કારણ કે આ સાધર્મિક પુત્ર છે તેમજ નિર્ધન અને પરદેશી છે. આ નિર્નામિકાને લઈને જશે તો પાછો નહિં આવે, કારણ કે ઘરમાં ધન નહિં હોવાથી (હોવા છતાં) સ્વાભિમાની દેખાય છે. એમ વિચારી શેઠ બોલ્યા હે પુત્ર ! તું મારા ઘેર આવ કારણ કે તારા પિતા મારા અસાધારણ મિત્ર હતા.
તે બોલ્યા હે તાત ! જે કામ માટે હું આવ્યો છું તે નિવેદન કરી તમારી પાસે ચોક્કસ આવીશ. ત્યારે શેઠે પોતાના પુરુષને ટપાલ અપાવી અને લઈને આવજે એમ શિખવાડી તેની સાથે મોકલે છે. નંદનને તે શ્રેષ્ઠિ પુરૂષ શ્રીદત્તના ઘરે લઈ જાય છે. ટપાલ આપીને બધી વાત કરી. ફરીથી પણ નંદને શ્રીદત્તને કહ્યું કે અહિં મારા પિતાના મિત્ર કુલંધર શેઠ વસે છે. મને દેખીને બોલાવા માટે આ પોતાના પુરુષને મોકલ્યો છે. તેથી હું ત્યાં જાઉં છું. ફરીથી આવીશ. તે પુરુષ સાથે વંદન કુલંધર શેઠના ઘેર ગયો. શેઠે પણ સ્નાન કરાવી વસ્ત્ર યુગલ તેને પહેરાવ્યા. જમાડીને કહ્યું કે “હે વત્સ ! મારી બેટીને પરણ.” નંદન - હજી મારે ચોડ દેશમાં જવાનું છે. કુલંધર - આને પણ ત્યાં લઈ જા, ત્યાં જ તારે યોગ્ય પૈસા વિ. મોકલીશ.
નંદને હા કહી ત્યારે શેઠે પરણાવી. વિવાહ દિવસ વીત્યે છતે શ્રીદને નંદનને કહ્યું “જો તું અહીંજ સ્થિર રહેવાનો હોય તો ત્યાં બીજાને મોકલું', કારણ કે મારે ત્યાં મોટું કામ છે. નંદન - મારે સાચે જ જવાનું છે. શેઠ પાસે રજા લઈ તને હું વાત કરીશ. બીજા દિવસે નંદને કુલંધરને વિનંતિ કરી કે હે તાત! હવે હું જાઉં છું, કારણ ચોડ દેશમાં મારે મોટું કામ છે. શેઠ પણ પોતે ધારેલું કામ સિદ્ધ કરી આપનાર વચન સાંભળીને કહ્યું કે જો તારો આવોજ નિશ્ચય હોય તો તેમ કર. પરંતુ તારી આ પત્નીને લઈને ચોડ દેશમાં જા. તારા ભાડુ વાસણ હું મોકલી આપીશ. નંદને શ્રીદત્તને વાત કરી કે હું જવા માટે તૈયાર છું, તમારે જે કહેવાનું હોય તો તે કહી દો.
શ્રીદને પણ નંદનને પોતાનો પત્ર આપ્યો. અને સંદેશો કહ્યો. એ પ્રમાણે તૈયાર થયે છતે પત્નીને લઈને ચાલ્યો. માત્ર થોડું ભાથું લઈ તે એકલો જ સતત પ્રયાણ કરતો ઉજૈની નગરીએ પહોંચ્યો. થોડાજ પ્રયાણોથી હું આ દેશમાં