Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
નમૂળ શુદ્ધિ ભાવાનુવાદ) આવતા મારું ઘણું ખરું ભાથું ખલાસ થઈ ગયું છે અને માર્ગથી હું વિખુટો પડ્યો છું. તેથી આને (નિર્નામિકા) ને સુતેલી જ છોડીને ઈચ્છિત દેશે જતો રહું. એમ વિચારી નંદને નિર્નામિકાને કહ્યું “હે પ્રિયે ! ભાથું લગભગ ખલાસ થઈ ગયું છે.” તો હવે શું કરીએ ?" ભિક્ષાથી જમવાનું થશે (ભીખ માંગવાના દહાડા આવશે) તો શું ભિક્ષા માટે ભમીશ?” નિર્નામિકા બોલી હે નાથ! સાંભળો તમારી સાથે) પછવાડે રહીને ભિક્ષા માંગવી મને ગમશે. એમ બોલી બન્ને નગર બહાર એક મુસાફર ખાનામાં સુઈ ગયા. ભીખથી શરમાતો તે ધીરેથી સરકી ભાથું લઈ રાત્રે જતો રહ્યો. તે નિભંગ્યા ઉઠી પતિને ન જોવાથી વિલાપ કરવા લાગી, સ્વામીએ સારું ન કર્યું કે ઘરથી લઈને અહિં મુકીને જતા રહ્યાં. “હા ! હા! નિર્લજ્જ ! કૃપા વગરના ! નવજુવાન મને મુકીને હે અનાર્ય ! તું તારું મોટું કોને બતાવી શકીશ ?” નવજુવાન દેખીને મને કોઈ પકડી લેશે (ઉપાડી જશે)તો તે નિર્દય ! તારા કુલને કલંક લાગશે. અથવા પરિતાપ કરવાથી શું વળવાનું ?
પિતાનાં સાધર્મિક કોઈક વણિજનો આશ્રય લઈને પોતાનાં શીલનું રક્ષણ કરું. પિયરે જવામાં પુષ્પવગરની મને આદર મળશે નહિં. તેથી અહીં જ રહીને કામકાજ કરીશ !
એમ વિચારી હદયમાં ધીરજ રાખી દશે દિશાઓને જોતી નગરમાં પેઠી. ત્યારે એક ઘરમાં ભદ્ર આકૃતિવાળા પુરુષને જુએ છે. અને પગે પડી મનોહર સ્વર વડે વિનંતિ કરવા લાગી કે તાત ! અનાથ દીનદુઃખી એવા મારા શરણ બનો. કારણ કે અનાથ નારી નિયમ નિંદા પામે છે.
હું ચંપાપુરીના કુલંધર શેઠની પુત્રી છું. મારા પતિ સાથે ચોદેશમાં જતી હતી પણ સાર્થથી વિખૂટી પડી ગયેલી અનુક્રમે અહીં સુધી આવી. હવે આપ દુઃખથી તપેલી એવાં મારા પિતા બનો. ત્યારે તેનાં વચન વિનયાદિથી રંજિત થયેલા માણિભદ્ર શેઠે કહ્યું હે વત્સ ! તું મારી દીકરી છે પોતાના પિતાને ત્યાં જેમ રહેલી હતી તેમ અહિં રહે, સાર્થની શોધ વિ. હું બધુ કરીશ, એમ કહીને માણિભદ્રે પોતાના પુરુષો શોધ કરવા મોકલ્યા. પણ સાથેનો કોઈ પત્તો ન લાગ્યો. તેઓએ આવીને કહ્યું ત્યારે શેઠને શંકા થઈ “આ સાચું બોલે છે કે ખોટ ?” માટે પરીક્ષા કરે એમ વિચારીને માણીભદ્ર શેઠે કુલંધર પાસે માણસ મોકલી ખાત્રી કરીને પુત્રીની જેમ રાખી, તેણીએ વિનયાદિથી આખા ઘરને રંજિત કરી દીધુ. માણિભદ્ર જિનધર્મ પાળે છે તેણે જિનમંદિર બંધાવેલ તેમાં તે વિલેપન મંડનાદિ ભક્તિથી કરતી સાધુ-સાધ્વીના સંસર્ગથી