Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૪૦
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | બ્રાહ્મણ ઘેર ગયો. અને સર્વ વૃત્તાંત કહ્યો. તેથી સાવકીમાએ વિચાર્યું. આ બધું તો ફોગટ થયું. થોડા દિવસ પછી બીજીવાર ફણીનો ડબ્બો આપીને અગ્નિશર્માને મોકલ્યો. ફરીથી તેમજ થયું. ત્રીજીવાર આરામશોભાને ગર્ભવતી જાણી. બરાબર પારખું કરેલાં તાલપુટ ઝેરથી મિશ્રિત માલપુઆનો ડબ્બો આપીને - અગ્નિશમને કહ્યું કે એ પ્રમાણે કરજો કે દીકરી અહીં આવી પુત્રને જન્મ
આપે, જો રાજા ન માને તો બ્રાહ્મણસ્વરૂપ દેખાડજો, વડના ઝાડપાસે જતા દેવે ઝેર હરણ કરી લીધું તેજ કમથી રાજાને વિનંતિ કરી કે - હે રાજનું! અત્યારે મારી પુત્રીને વિદાય આપો કે મારે ઘેર પ્રસરે, રાજાએ ના પાડી ત્યારે બ્રાહ્મણે પેટે છરી મુકી કહ્યું હું બ્રાહ્મણ હત્યા તમારા ઉપર મુકીશ. તેથી મંત્રી અને ઘણી સામગ્રી સાથે મોકલી. આરામશોભાને આવતી જાણી સાવકીમાએ પોતાના ઘરની પાછળ મોટો કુવો ખોદાવ્યો. ગુઘરમાં પોતાની દીકરીને રાખી. મોટા સિપાઈના સમૂહ સાથે આરામશોભા ત્યાં આવી. ત્યાં જઈ દેવકુમાર સરખાપુત્રને જન્મ આપ્યો.
એક વખત અંગરક્ષકો દૂર હતા અને સાવકીમા પાસે હતી ત્યારે દેહ ચિંતા માટે ઉઠેલી આરામશોભાને કુવા પાસે લઈ ગઈ. આ કુવો ક્યારે થયો ? સાવકીમાં બોલી એ બેટી! તું આવાની છે એવું જાણી “ઉંદર વિ. ભમતા હોય તો નુકશાન કરશે” તેવા ભયથી કૂવો ખોદાવ્યો છે. (એટલે કૂવામાં જ રહી જતાં તેમનો ભય મટી જશે.) જેટલામાં આરામશોભા કુતૂહલથી કુવાના તળીયાને જુએ છે. તેટલામાં તે નિર્દય સાવકી માતા તેને ધક્કો મારે છે, આરામશોભા નીચા મુખે કૂવામાં પડે છે. પણ તેણીએ પડતા પડતા દેવસંકેતને યાદ કરી બોલી હે તાત ! અત્યારે તમારા ચરણ મારે શરણ છે. ત્યારે તરત જ તે નાગકુમાર દેવે હથેળીમાં તે આરામશોભાને ધારણ કરી. અને કૂવા મધ્યે પાતાળભવન બનાવી રાખી. ત્યાં સુખે રહેવા લાગી. બગીચો પણ કૂવામાં પેઠો, દેવ તેની સાવકીમા ઉપર ઘણો રોષે ભરાયો. “પણ આ તો મારી માં છે” એમ કહીને આરામશોભાએ શાંત પાડ્યો..
અપરમાતાએ સુવાવડીનો વેશ પહેરાવીને પોતાની પુત્રીને ત્યાં સુવડાવી દીધી. થોડીકવારમાં (ઘડીક રહીને) દાસીઓ આવી, તેઓએ જોયું કે કાંઈક કાંપતી નયનોવાળી, ઝાંખારૂપ લાવણ્ય અને દેહાંતિવાળી, કંકણ સરખા અંગોવાળી તેણીને પથારી ઉપર સુતેલી જોઈ.
તે દાસીએ પૂછયું હે સ્વામીની ! આપનું શરીર ફેરફારવાળું કેમ દેખાય