Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૩૮
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ | અરે સખી ! આણીનો અતિશય તો જો, બીજી બોલી જો આ બધો દેવનો પ્રભાવ છે. વળી બીજી બોલી રાણીની રૂપ સંપદા છે, બીજી બોલી વસ્ત્ર અને ઘરેણાંથી આવું રુપ શોભી રહ્યું છે. બીજી નારી - આ નારીજ જીવલોકમાં જય પામો કે જે રાજા સાથે એક જ આસને બેઠી છે. ત્રીજી નારી - “હે સુંદર શરીરવાળી ! તું આને કેવી રીતે વખાણે છે ?” કે જે લોકોની સામે જ રાજાની સાથે બેસતા શરમાતી નથી” કેટલીક નારીઓ કહેવા લાગી કે “હાથી ઉપર બગીચો બહુ સુંદર લાગે છે” આ તો બહુ મોટું આશ્ચર્ય છે. બીજી બોલી - આમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી, કારણ કે દેવના પ્રભાવથી બધુ સંભવી શકે છે. એમ નગરજનો વખાણતે છતે વિશાળ રાજમંદિરમાં પ્રવેશ કર્યો.
બાગ પણ ત્યાં સ્થિત થયો. રાજા પણ તેની સાથે દોગંદક દેવની જેમ વિષયસુખ અનુભવતાં કેટલો કાળ ગયો તે પણ જાણતો નથી. આ બાજુ તેની સાવકી માતાને પુત્રી થઈ. યૌવન પામી તેણીએ વિચાર્યું જો આરામશોભા ન રહે તો રાજા મારી પુત્રીને પરણશે. માટે આરામશોભા ન રહે તેવો ઉપાય કરું. ત્યારે બ્રાહ્મણને કહ્યું તમે યોગ્ય ભાથું લઈ આરામશોભાને આપો. અગ્નિશમએ કહ્યું “આપણાં ભાથાથી તેણીને શું થવાનું હતું ? તેણીને શી ખોટ છે ?” સાવકીમાં - તમારી વાત સાચી તેણીને કોઈ ઉણપ નથી, પણ મારું મન શાંત થતુ નથી, ત્યારે બીજી પત્નીનો આગ્રહ જાણી કહ્યું. “જો એમ હોય તો કાંઈક બનાવ.” ત્યારે હર્ષથી વિકસિત આંખવાળી તે સાવકીમાએ પણ સિંહકેસરીયા લાડુ બનાવ્યા, તેમાં ઘણાં મસાલા નાખ્યા અને ઝેરથી મિશ્રીત કર્યા અને પછી ઘરેણાંના ઘડામાં મુકી બ્રાહ્મણને ભલામણ કરી કે “આ લાડુ તમે જાતે લઈ જાઓ, કે જેથી રસ્તામાં કાંઈ આપત્તિ આવે નહિ” ત્યારે તે બ્રાહ્મણ સરળ સ્વભાવવાળો હોવાથી બ્રાહ્મણીનાં દુષ્ટભાવને સમજી ના શક્યો. અને એકલીએજ સીલ કરીને ઘડાને બ્રાહ્મણના માથા ઉપર ઉપડાવ્યો. અને જતા જતાં કહ્યું કે “આ મારું ભાથું આરામશોભાને જ આપજો અને કહેજો કે હે બેટી ! આ તારે જાતે જ ખાવાનું છે બીજા કોઈને આપતી નહિ, કે જેથી લાડુનું વિરૂપ દેખીને રાજકુલમાં કોઈ મશ્કરી કરે નહિં. તું કહે છે તેમ કરીશ.” એમ કહી અગ્નિશર્મા ચાલ્યો. ત્રણે સંધ્યાએ સાવધાન રહેતો, સીલને બરાબર સંભાળતો, રાત્રે સુતી વખતે ઓશીકા નીચે મુકી દેતો. એમ કરતાં અનુક્રમે પાટલીપુત્ર નગરની બહાર આવી પહોંચ્યો.