Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
- ૩૯]
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ ત્યાં થાકી ગયો હોવાથી એક વટવૃક્ષ નીચે સુતો. કર્મસંયોગે તેજ વૃક્ષમાં કીડા માટે પેલો નાગદેવ રહેલો હતો. ત્યારે લાંબી મુસાફરી અને લાંઘણના શ્રમથી અશક્ત શરીરવાળો આ મુસાફર કોણ છે ? ત્યારે તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જાણ્યું આ તો આરામશોભાનો બાપ છે. અને આના ભાથામાં દુષ્ટ બ્રાહ્મણીએ ઝેરી લાડુ મુક્યાં છે. ત્યારે હું વિદ્યમાન છતાં એવું કેવી રીતે બની શકે. તેથી ઝેરી લાડુઓ લઈ અમૃત લાડુઓ મુકી દીધા. બ્રાહ્મણ પણ ઉઠી નગરમાં ગયો અને રાજમંદિરે પહોંચ્યો. ત્યારે દ્વારપાલને કહ્યું કે “રાજાને નિવેદન કરો કે દ્વારે ઉભા રહેલાં આરામશોભાના પિતા રાજાના દર્શનની ઝંખના કરે છે. દ્વારપાલે રાજાને નિવેદન કરતાં રાજાએ કહ્યું જલ્દી અંદર બોલાવો. રાજઆદેશ પછી તરત દ્વારપાલે બ્રાહ્મણને અંદર મોકલ્યો, અગ્નિશમ પણ પાસે આવી.
“ ભૂર્ભુવઃ સ્વસ્તિ સ્વાહા વષડ ઈન્દ્રાય” ઈત્યાદિ મંત્રપાઠ પૂર્વક રાજાની પાસે બેઠેલી આરામશોભાને ભેટવું આપ્યું, અને કહ્યું કે પુત્રીની માતાએ આરામશોભા માટે આ ભાથું મોકલ્યું છે. એથી જ મેં પુત્રીને સોંપ્યું છે. ઘણું શું કહું “રાજ દરબારમાં હું ઉપહાસ પાત્ર ન બને તેમ કરો !” રાજાએ રાણી તરફ જોયું, રાણીએ પોતાની દાસીના હાથમાં ઘડો આપી પોતાનાં મહેલમાં મોકલાવ્યો. ઘરેણાં વસ્ત્ર વિ. આપી બ્રાહ્મણનો આદર સત્કાર કર્યો.
રાજા-રાણી રાણીના મહેલમાં ગયા, રાણીએ વિનંતિ કરી સુખદાયક આસન ઉપર બેસાડ્યા, વળી વિનંતિ કરી કે હે દેવ ! મારા ઉપર મહેરબાની કરો, આ ઘડા ઉપર નજર નાખો, (આપ સંમતિ આપો) કે જેથી અત્યારે આ ઘડો ઉઘડાવું ! ત્યારે રાજાએ કહ્યું વિકલ્પ કરવાની જરૂર નથી. જે કાંઈ હોય તે આપણા માટે પ્રમાણ (બરાબર) છે. તેથી તે ઘડાને જલ્દી ઉઘાડ. ત્યારે રાણીએ ઘડો ખોલ્યો. તેમાંથી મર્યલોકમાં દુર્લભ ઉત્તમગંધ નીકળવા લાગી. તે ગંધથી રાજા આકર્ષિત થઈ ગયો, જ્યારે ઘડાની અંદર અમૃત ફળ સમાન યોગ્ય પ્રમાણવાળા, દિવ્ય લાડુઓને દેખે છે. ત્યારે ઘણાં કુતૂહલથી ચકોર (ચાલાક) પ્રાણીઓને દેખાડી તે લાડુને ખાતા રાજા ઘણો જ વિસ્મય પામ્યો, ત્યારે રાજાએ કહ્યું આનો અપૂર્વ રસ છે. તેથી તારી બેન (શક્યો) ને એક એક લાડુ આપ. તેણીએ તેમજ કર્યું. ત્યારે તેની માતાનાં ઘણાં વખાણ થયા, બીજાની પાસે આવી કલા નથી અને ત્યારે વિદાય પામેલ અગ્નિશર્માએ કહ્યું પુત્રીને થોડા દિવસ મોકલો. રાજાએ કહ્યું રાણીઓ બહાર ન જાય તેથી