Book Title: Mulshuddhi Bhavanuvad
Author(s): Pradyumnasuri, Devchandrasuri, Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay
View full book text
________________
૨૧
મૂળ શુદ્ધિ ભાવાનુવાદ સુખેથી સુતેલાં દેખી જલ્દી બોલ્યો, અહીં આ અનાર્ય કોણ છે. જે દેવની આશાતના કરે છે. તેથી નગરજનો અને રાજાને નિવેદન કરું તેજ દડુ કરશે. એમ વિચારી અને રાજાને નિવેદન કર્યું. જલ્દી જલ્દી નગરજનો સાથે રાજા આવ્યો. આને ઉઠાડો, એમ મોટેથી બૂમ પાડવા છતા ઉડતો નથી. જ્યારે એક બાજુથી વસ્ત્ર ઉંચું કર્યું તો અધોભાગ દેખાવા લાગ્યો. જે જે બાજુ ખુલ્લુ કર્યું ત્યાં અધોભાગ જ દેખાવા લાગ્યો; તેથી રાજા બોલ્યો આ કોઈ ભયનું કારણ લાગે છે. તેથી લાકડી અથવા પત્થરના પ્રહાર વડે હણો! જ્યારે હણવા લાગ્યા તો તે પ્રહારો રાણીઓને લાગવા લાગ્યા. તેથી તેઓ પીડાવા લાગી. અને આકંદન કરવા લાગી. તેથી કઝુકીએ આવી રાજાને જણાવ્યું કે સર્વે રાણીઓને અદષ્ટ, કશા પ્રહાર, પત્થરનો પ્રહાર અને લાકડીનો પ્રહાર લાગી રહ્યો છે. જેથી રાણીઓ રુદન કરી રહી છે. એવી કોઈ રાણી નથી જેને ઈજા ન થઈ હોય. હવે શું કરવું તે આપ જાણો. રાજાને લાગ્યું કે આ કોઈ વિદ્યાસિદ્ધ મહાત્મા છે. જેથી પ્રચુર પ્રહારોને રાણીઓને વિશે સંક્રમિક કરે છે. તેથી સર્વનો નાશ ન કરે તે પહેલાં આને પ્રસન્ન કરીએ. એમ વિચારી તેને પ્રસન્ન કરવા બધાને કહ્યું. અને ખુદ પણ તૈયાર થયો અને આ પ્રમાણે ખમાવવા લાગ્યો. ' હે મહાશયવાળા ! અત્યારે અજાણમાં જે અપરાધ અમે કર્યો તેને ક્ષમા કરો. કારણકે તમારા જેવા મહાત્મા નમનાર ઉપર વાત્સલ્ય કરવાવાળા જ હોય છે.
આમ સાંભળી આચાર્ય ભગવાન ઉભા થયા. વકર વ્યંતરની પ્રતિમા પણ તેમની પાછળ ચાલી. અને બીજી દેવ પ્રતિમાઓ પણ દેડકાની જેમ કુદતી બહાર નીકળતી તેમની પાછળ ચાલી. તે દેવકુલના દરવાજે હજારો માણસો ભેગાં થઈને ચલાવી શકે એવી મોટીમસ બે દ્રોણીઓ (પાણીનાં અપ્પાકારે મોટા પાત્રો) રહેલી છે. તેઓને બોલાવી તો તે પણ તેમની પાછળ ચાલવા લાગી. તે દેવરુપો ખડખડ અવાજ કરતાં નગર મળે આવ્યા. ત્યારે લોકોએ પગમાં પડી વિનંતિ કરી હે દેવ ! દેવપ્રતિમાઓને મૂકી દો ત્યારે દેવપ્રતિમાઓને મૂકી છતાં બે દ્રોણી તો ત્યાંજ રાખી- જે હારી તુલ્ય હોય તે સ્થાને લાવે. એથી આજે પણ ત્યાં જ રહેલી છે. વડકર વ્યંતર પણ ઉપશાંત થયો. અને જિનશાસનનો મહામહિમા કરવા લાગ્યો. ઘણાં લોકો પ્રતિબોધ પામ્યા અને પ્રશંસા કરવા લાગ્યા.
અહો ! જિનશાસનનો કેવો પ્રભાવ છે એમાં આવા પ્રકારના અતિશયો